ગરવીતાકાત,સુરત: સમગ્ર સુરતમાં શનિવારે સવારથીજ ભારે વરસાદ વરસ્યો છે એવાંમાં શહેરમાં આવેલ પુણા ગામ વિસ્તારમાં નવનર્મિત તળાવની  દીવાલ અચાનક તૂટી જઈ  પાણીમાં તણાઈ ગઈ છે.સવારે બનેલી આ ઘટનાથી પુણા ગામ તથા તેના આજુ-બાજુના વિસ્તારમાં ભારે દોડ ધામ મચી જવા પામી હતી.એક તરફ ભારે વરસાદને પગલે સુરત શહેરમાં ચારે કોર પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે તો બીજી તરફ પુણા વિસ્તારમાં બનેલ તળાવની  દીવાલ ધડાકા ભેર તૂટી જઈ  પાણીમાં વહી ગઈ હતી તો આઘટના પગલે સ્થાનિકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

ભારે વરસાદને પગલે તળાવની દીવાલ વહી જવાની આ ઘટનાનો વિડીયો સ્થાનિકો દ્વારા વાયરલ કરાયો હતો.વીડિયો સવારથીજ સોશ્યલ મીડિયા ઉપર ખુબ મોટા પ્રમાણમાં વાયરલ થયો હતો.તળાવની દીવાલ અચાનક ધડાકા સાથે તૂટી જાય છે અને વરસાદના વહેતા પાણીમાં તણાઈ જતી દીવાલને જોઈ લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું.ઉલ્લેખનીય છે કે એક તરફ સીઝનનો વરસાદ વરસી રહ્યીયો હોઈ અને બીજી તરફ નવનર્મિત  દીવાલ તૂટી જઈ પાણીમાં વહી જવાની ઘટનાને પગલે વહેતા થયેલા અનેકો તર્ક-વિતર્ક મહાનગર પાલિકાની અને કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર અનેકો સવાલો  ઉભા કરી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: