સુરતમાં જહાંગીરપુરામાં સોમવારે મોડી રાત્રે એક ટ્રક ડ્રાઇવરે દારૂના નશામાં બેફામ હંકારી બે કાર અને ૧૦ થી વધુ બાઈક્સનો ખુરદો બોલાવી દેતા લોકોના હોશ ઉડીગયા હતા.

 સોમવારે મોડી રાત્રે જહાંગીરપુરા થી ડભોલી તરફ જતાં બ્રિજ નીચે એક ટ્રકના ચાલક કે જેનું નામ રમેશ હીરા લુહાર(ઉ.વ-42, રહે-પીપલોદ) છે. તેણે જહાંગીરપુરા બ્રિજ નીચે ૭ રાઉન્ડ મારીને બે કાર અને ૧૦ થી વધુ બાઈક્સનોન ખુરદો બોલાવી દીધો હતો. ત્યારબાદ ટ્રકને ખેતરમાં ઉતારી ત્યાંથી રિવર્સ રોડ પર લાવ્યો હતો. બેફામ ગાડી હંકારી લોકોના જીવને તાળવે ચોટાડનાર ટ્રક ડ્રાઈવર રમેશ પર ત્યાં હાજર લોકોના ટોળાએ તેને પકડીને મેથીપાક આપ્યો હતો.તેમજ તેને પોલીસના હવાલે કર્યો હતો.

 પોલીસ પાસે જાણવા મળતી માહિતિ મુજબ, ટ્રકનો ચાલક ચિક્કાર દારૂ પીધેલો હતો. તેને આ ટ્રક કોની છે તેનું પણ ભાન ન હતું. આ અંગે ત્યાં હાજર એક કારના ચાલકે જહાંગીરપુરા પોલીસમાં ટ્રકના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: