ગરવીતાકાત,સુરત(તારીખ:૦૬)

સુરતમાં વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ધોરણ-12ની પરીક્ષાના માનસિક તણાવમાં આવી વિદ્યાર્થીએ ચપ્પુથી ગળું કાપી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે વિદ્યાર્થી અગાઉ પણ ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થયો હતો. ફેબ્રુઆરીમાં ફરી ધોરણ 12ની પરીક્ષા યોજાવવાની હતી. જેને લઈને માનસિક તણાવમાં આવી વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ બાદ થતા 108ની ટીમ 12 કિલોમીટરનું અંતર 13.47 મિનિટમાં કાપી ઓન રોડ સારવાર સાથે દર્દીને સમયસર સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 12 સેન્ટીમીટર લાંબો અને ઊંડા ઘા પર ઈએનટી સર્જનોઓએ તાત્કાલિક શસ્ત્રકિયા હાથ ધરી હતી.