સુરત:પૈસાની લેતીદેતીના મામલામાં અદાવત રાખી એક બુટલેગરની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, સુરત

સુરત શહેરમાં વધુ એક હત્યાનો કેસ બન્યો છે. આ કેસમાં એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવી છે. આ બનાવ સુરતના ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં નોંધાયો છે. આ હુમલો અજય પટેલના શખ્સ ઉપર કરાયો હતો. તીક્ષ્ણ હથીયાર વડે છાતીના ડાભા ભાગે અને પીઠ ઉપર છરીના ઘા મારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ હુમલો થયો ત્યારે મ્રત્યુ પામનારના સાળા ઘટના સ્થળે જ  હાજર હતા.

આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી

આ ફરિયાદ નોંધાવનાર નિતેશભાઈ બળવંતભાઈ રાઠોડના જણાવ્યા અજય પટેલે ધીરજ વાણી નામના શખ્સના પીતાને પૈસા આપેલ હતા જેની લેતી દેતી વખતે માર પીટ કરેલ હતી જેની અદાવતી રાખી ધીરજ વાણીએ તેમના બે અન્ય બે શખ્સ અમોલ ઈશ્વરબારી અને વાલ્મીકી ઉર્ફે ગાવઠી ગંગારામ પાટીલની મદદ લઈ અંજની નંદન સોસાયટીની બાજુમાં  જ અજય પટેલની છરી અને ચપ્પાના ઘા મારી જીવલેણ પ્રહાર કરી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ અજય પટેલ ગંબીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ડોક્ટરોએ તેને મ્રૃત જાહેર કરી દીધો હતો. 

આ ગુન્હા બદલ આઈ.પી.સી. કલમ 302,114 મુજબ ધીરજ પ્રકાશ વાણી,અમોલ ઈશ્વર બારી અને વાલ્મીકી ઉર્ફે ગાવઠી ગંગારામ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે. 

વધુમાં જણાવી દઈયે કે અજય પટેલ એક બુટલેગરનુ કામ કરતો હતો  અને તેની વિરૂધ્ધ સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ઘણા ગુનાઓ નોંધાયેલા છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.