ગરવી તાકાત જુનાગઢ: જૂનાગઢના ભુવા સુરજ સોલંકીએ ૧૦ મહિના સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સાથે ઝેરી દવા પી યુવતી રાજકોટ પોલીસ સ્ટેશને પહોંચતા હોબાળો થયો.પોલીસે યુવતીને સમજાવી સિવિલમાં ખસેડી.બીજી તરફ યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.જેમાં તેણે ભુવા સુરજ સોલંકીએ ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં યુવતીએ દાવો કર્યો કે ભૂવાએ લગ્નની લાલચ આપી ૧૦ મહિના સુધી શારીરિક શોષણ કર્યુ.બન્ને વચ્ચેના સંબંધોથી પોતે ગર્ભવતી થતાં ભૂવાએ દવા આપી ગર્ભપાત કરાવ્યો હતો.યુવતીએ આક્ષેપ લગાવ્યો કે અમદાવાદમાં ભૂવાના સાથીએ તેને માર મારી ગાડીમાંથી ફેંકી દીધી.
આ ઘટનામાં ભોગ બનેલી યુવતીએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, હું ૧૦ મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જાેવડાવવા ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ મને તેનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો. થોડા સમય સુધી વાતચીત થયા બાદ તેને મને લગ્નનું વચન આપ્યું હતું, અને મને ખોટી રીતે ભ્રમિત કરીને ૧૦ મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું. આ સમય દરમિયાન હું પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ સુરજના મનમાં કંઈક બીજું ચાલતું હતું તેણે મને દવા આપી હતી અને છેલ્લાં ૧ મહિનાથી મે મૂકીને ચાલ્યો ગયો હતો.
ઉલ્લેખનીય છે કે સુરજ ભુવાજી મા મસાણી મેલડીના હોવાનો સમાજમાં દાવો કરે છે. સોશિયલ મીડિયામાં પણ તે મોટા પ્રમાણમાં એક્ટિવ જાેવા મળે છે. તો સાથે જ અનેક સંતો-મહંતો સાથે તેના બેસણા હોવાનું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ફલિત થાય છે. સોશિયલ મીડિયામાં પોતે કાચની પથારી પર સુતા હોવાના વીડિયો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ તો પીડિત યુવતીને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.