સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના સંક્રમિત, મુંબઇની હોસ્પિટલમાં દાખલ

શેર કરવા અહીં ક્લિક કરો.

બોલીવુડમાં એક પછી એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. તેવામાં હવે મહાન ગાયિકા લતા મંગેશકર કોરોના સંક્રમિક થયા હોવાના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯૨ વર્ષીય ગાયક, હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઈની સ્થિતિ ચિંતાજનક છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૩૩,૪૭૦ નવા કેસ નોંધાયા અને ૮ લોકોના મોત થયા. તેમાંથી ૧૩,૬૪૮ કેસ માત્ર મુંબઈમાં જ જાેવા મળ્યા હતા. ત્યાં ૫ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે

[News Agency]

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.