સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ નામંજુર કરી શકે છે

શેર કરવા અહીં ક્લિક કરો.

સુપ્રીમકોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે પ્રીમિયનની ચુકવણી નહીં થઈ હોવાથી જાે પોલિસી લેપ્સ થઈ હોય તો વીમા કંપની ક્લેમ નામંજૂર કરી શકે છે. સાથે જ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ઇન્શ્યોરન્સ પોલિસીની શરતોનું કડકાઈથી અર્થઘટન કરવું પડશે. માર્ગ અકસ્માતને લગતા એક કેસમાં નેશનલ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના આદેશને રદબાતલ ઠેરવતા સુપ્રીમકોર્ટે આ નિરીક્ષણ રજૂ કર્યા હતા. સુપ્રીમકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે વીમાના કરારનું વીમા ધારક દ્વારા યોગ્ય પાલન થાય એ હિતાવહ છે. તેથી આ કરારની શરતોનું અર્થઘટન મરજી પ્રમાણે કરી શકાય નહીં. એલઆઇસી દ્વારા NCDRCના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ કેસમાં NCDRCએ રાજ્યના ગ્રાહક સુરક્ષા ફોરમના ચુકાદાને ફેરવી તોળ્યો હતો. પ્રસ્તુત કેસમાં એક મહિલાના પતિએ જીવન સુરક્ષા યોજા હેઠળ એલઆઇસી પાસેથી લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી હતી. આ પોલિસી 3.75  લાખ રૂપિયાની હતી.પોલિસીનું પ્રીમિયમ દર છ મહિને ભરવાનું હતું પણ વીમા ધારક દ્વારા પ્રીમિયમની ચૂક?વણી કરાઈ નહોતી. 2012 ની 6 માર્ચે થયેલા અકસ્માતમાં વીમા ધારકનું મોત નિપજ્યું હતું. મૃત્યું બાદ વીમા ધારકની પત્નીએ એલઆઇસી સમક્ષ ક્લેમ કર્યો હતો. જાે કે એલઆઈસી દ્વારા ક્લેમ નામંજૂર કરાયો હતો. એ પછી અરજદારે જિલ્લા ફોરમમાં અપીલ કરી હતી. જિલ્લા ફોરમે એક્સિડન્ટલ ક્લેમ બેનિફિટ હેઠળ 3.75 લાખની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.જાે કે જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમે આ આદેશને રદ ઠેરવ્યો હતો. એ પછી મહિલાએ NCDRCમાં અપીલ કરી હતી. NCDRCએ ક્લેમને મંજૂર રાખવાનો આદેશ આપીને મહિલાને રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે NCDRCનો આદેશ ફેરવી તોળ્યો હતો. સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં અરજદારનો ઈરાદો નેક નહોતો. પોલિસી રીન્યુઅલ પછી અકસ્માત થયો હોત તો જ એક્સિડન્ટલ બેનિફિટ ક્લેમ કરી શકાય છે.

સુપ્રીમકોર્ટે NCDRCના આદેશને રદ ઠેરવતા જણાવ્યું હતું કે 2011ની 14 ઓક્ટોબરે પોલિસી લેપ્સ થઈ ગઈ હતી. અકસ્માત થયો ત્યારે પોલિસી રિવાઇવ નહોતી. અકસ્માતના ત્રણ દિવસ પછી એટલે કે 9 માર્ચ 2012ના રોજ પોલિસી રિવાઇવ કરવાની માગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં અકસ્માત થયો હોવાની જાણ કર્યા વિના પોલિસી રિવાઇવ કરવાનો પ્રયાસ કરાયો હતો.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.