ખેડુતોના મુદ્દે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીએ તેમનુ સ્ટેન્ડ ક્લીયર કરી ચુકી છે.એવામાં 8 ડીસેમ્બરના રોજ ખેડુતોએ આપેલા ભારત બંધના એલાનને સમર્થન કરી આમ આદમી પાર્ટી મહેસાણાના પ્રમુખ તેમના કાર્યકર્તા સાથે કલેક્ટરને આવેદન પત્ર આપશે.

આ બીલ જ્યારે સંસદમાં પસાર થઈ રહ્યુ હતુ ત્યારે પણ આમ આદમી પાર્ટીના સાસંદ સંજય સીહ  તેના વિરોધમાં, બીલના પસાર કર્યાની પ્રક્રીયાને લઈને પણ ઉપવાસ ઉપર બેઠ્યા હતા. પરંતુ સરકારે આ મુદ્દે વ્યાપક ચર્ચા કર્યા વગર જ આ બીલ પસાર કરી દીધુ હતુ.  આ બીલ પસાર કરતી વખતે ખેડુતોને વિશ્વાષમાં લિધા વગર જ બીલ પસાર કર્યુ હોવાથી તથા બીલમાં અનેક જોગવાઈઓ એવી છે જેના કારણે ખેડુતો ભયભીય થયા છે. આ મામલે સરકારે ખેડુતો સાથે અનેક રાઉન્ડ ટેબલ બેઠકો પણ યોજી હતી પરંતુ બેઠકોમાં કોઈ પરીણામ નીકળ્યુ નથી. 

આ પણ વાંચો – કાળા કાયદા લાવી સરકાર પરાણે ખેડુતોનુ ભલુ કરવા ઈચ્છે છે: ગોપાલ ઈટાલીયા

ખેડુતોની આ મામલે કહી રહ્યા છે કે અમને કોઈ સંસોધન નથી જોઈતુ, બીલને રદ કરવા સીવાય તેમની કોઈ બીજી માંગ જ નથી. પરંતુ કેન્દ્રીય સરકાર તેમની હઠ ઉપર અડગ છે. સરકાર  આ બીલને રદ કરવા નથી માંગતી જેથી ખેડુતો અને કેન્દ્રીય સરકાર વચ્ચે ઘર્ષણ ઉભુ થયુ છે. ખેડુતોને તેમનો વિરોધ નોંધાવવા દિલ્લીમાં ના ઘુસવા દેતા વિવિધ ખેડુત સંગઠનોએ 8 ડીસેમ્બરના રોજ ભારત બંધનુ એલાન આપ્યુ છે. જેનુ સમર્થન કરતા આમ આદમી પાર્ટી રાજ્યના અનેક જીલ્લામાં કલેક્ટરને આવેદન આપી પોતાનો વિરોધ નોંધાવશે, જે કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીના મહેસાણા જીલ્લા અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ પણ કાર્યકર્તાઓ સાથે ભારતબંધના એલાનને સમર્થન કરી કલેક્ટરને આવેદનપત્ર સોંપશે.

Contribute Your Support by Sharing this News: