સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે (sunita yadav) 55 મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે.

જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી.

તેણે વધુમાં કહ્યું કે, મારા પરિવાર માટે હું જ દુનિયા છું. તેથી મને તમારા લોકોના મદદની જરૂર છે. મને ટેન્શન થાય છે કે લોકો મને સમજી નથી રહ્યાં. મને સેલિબ્રિટી બનવાનો કોઈ શોખ નથી.

મને બહાર નીકળવા નથી દેતા, હું ઘરમાં કેદ છું. મને કોઈનો ડર નથી. ન તો મંત્રી, ન તો મંત્રીના દીકરાનો. મારા પરિવારવાળાને પરેશાન કરવાનું બંધ કરો. મને ઈનામ નથી જોઈતું, મને શાંતિથી જીવવા દો.

Contribute Your Support by Sharing this News: