ગરવીતાકાત,સુઈગામ(તારીખ:૦૯)

સમગ્ર ગુજરાતના મહેસુલકર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે. જેથી સરકારી કચેરીઓમાં કામકાજ પર અસર થવાની છે. આજે બનાસકાંઠાના મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા કેટલાક સયમથી વણઉકેલ્યા પડતર પશ્નોને લઈને રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. મહેસુલી કર્મચારી હડતાલ પર ઉતરતા સુઇગામ પંથકમાં અરજદારો અટવાયા છે.

બનાસકાંઠા જીલ્લાના મહેસુલ કર્મચારીઅ અચોક્કસ મુદ્દતની હળતાલ પર ઉતર્યા છે. રેવન્યૂ તલાટી સંવર્ણને મહેસૂલમાંથી રદ્દ કરી પંચયાત મંત્રી કેડર સાથે મર્જ કરવા, ક્લાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા સહિતની 17 માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નો ન ઉકેલાતા હવે તેઓ હડતાલના માર્ગે આગળ વધી રહ્યા છે. અંદાજે 10 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાતા સરકારી કામકાજ ખોરવાશે તેવી શક્યતા છે.

તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ

Contribute Your Support by Sharing this News: