સુઈગામ : નર્મદા કેનાલમાં પાણી બંધ થતા પીવાના પાણીનાં ફાંફાં – પાણી માટે વલખા મારતી મહિલાઓ !

October 16, 2021
Water scarcity, Suigam
નર્મદા કેનાલનું પાણી બંધ,કટાવ થી આવતું પાણી બંધ,અન્ય પાણી નો કોઈ સ્રોત નથી મહિલાઓ ત્રાંહિમામ….
 
સરહદી સુઈગામ તાલુકા ના સોનેથ ગામે ગ્રામજનોને પાણી પુરુ પાડવા માટે નર્મદા કેનાલના માધ્યમ દ્રારા પાણી પુરુ પાડવામાં આવતું હતુ,અગાઉ પાણી કટાવથી આવતું હતુ તેં પણ છેલ્લાં એક વર્ષથી બંધ છે. 
 
આમ નર્મદા કેનાલ મા પાણી બંધ થવાથી અને કટાવ થી પણ પાણી ન આવતું હોવાથી ત્રણ દીવસથી ગામની મહિલાઓ, શાળાના બાળકો પાણી માટે વલખા મારી રહ્યાં છે,ગામમાં પાણી ન આવવાથી ગામની મહિલાઓ વરસોથી અવાવરું સંપમાંથી પાણી ભરવા મજબૂર બની છે. આવા કોંઇ દીવસ સાફ સફાઇ ન કરેલ સંપ માંથી પાણી વાપરતા મલેરિયા જેવા ભયંકર પાની જન્ય રોગો ફાટી નીકળવાની દહેશત છે,તો આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા યોગ્ય કાર્યવાહી કરાવી નર્મદા કેનાલમાં પાણી છોડાવે અથવા કટાવથી પાણી ચાલુ કરાવે અથવા ટેન્કર દ્રારા પાણી ની વ્યવસ્થા યુદ્ધના ધોરણે ચાલુ કરાવે તેં પ્રજા યોગ્ય છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0