જુનાગઢમાં સરકારી કર્મચારીની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યુ – રબારી,ભરવાડ અને ચારણ સમાજને સરકાર હેરાન કરે છે !

શેર કરવા અહીં ક્લિક કરો.

(ન્યુઝ એજન્સી)
જૂનાગઢના કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાની લાશ પુરવઠા ઓફિસની અગાસી પરથી મળી આવી છે. જાેકે, સમગ્ર ઘટનામાં તેમના મૃતદેહ પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટે ચર્ચા જગાવી છે. તેમની સ્યૂસાઈડ નોટમાં લખ્યુ છે કે, ‘મારા ઘરના અને ઓફીસ વાળાને હેરાન ન કરતા. રબારી, ભરવાડ અને ચારણ સમાજને અને તેના વિદ્યાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું.

જન્માષ્ટમીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં રજાનો માહોલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ બાદ મંગળવારે સરકારી ઓફિસો ખૂલી હતી. ત્યારે પુરવઠા વિભાગની ઓફિસ ખોલતા જ તેમાંથી અતિ દુર્ગંધ આવી રહી હતી. આથી કર્મચારીઓએ તપાસ કરતા ઓફિસની અગાશી પરથી લાશ મળી આવી હતી. આ મૃતદેહ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે કામ કરતા કરસનભાઈ ચાવડાનો હતો. તેમની લાશ કોહવાઈ ગઈ હતી, જેથી દુર્ગંધ મારતી હતી. આ મામલે પોલીસ પણ દોડતી થઈ હતી.

આ પણ વાંચો – પાલનપુર કલેકટર કચેરીમાં અરજદારે ઝેરી પદાર્થ ગટગટાવ્યો – પૈસા મામલે અવાર નવાર રજુઆતો કરી ચુક્યો હતો !

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કરસન ભાઈ નારણ ભાઈ ચાવડા હુસેનાબાદ ગામના રહેવાસી હતી. તેઓ તારીખ 28 ઓગસ્ટના રોજ ઘરેથી નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ ઘરે ન આવતા તેમના કુટુંબીજનોએ શોધખોળ ચાલુ કરી હતી. કચેરીમાં છતમાં લટકાયેલ કોહવાયેલ હાલતમાં કરશનભાઇની લાશ મળેલ હતી અને સાથે સ્યૂસાઇડ નોટ મળી હતી.

પોલીસને મૃતદેહ પાસેથી જે સ્યૂસાઈડ નોટ મળી આવી હતી તેમાં લખ્યુ હતું કે, ‘મારા ઘરના અને ઓફીસ વાળાઓને હેરાન ન કરતા રબારી, ભરવાડ અને ચારણ સમાજ ને અને તેના વિધાર્થીઓને સરકાર હેરાન કરે છે અને રબારી ભરવાડ અને ચારણ સમાજ માટે બલિદાન આપું છું.’ હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે, આ હત્યા છે કે આત્મહત્યા. આ અગાઉ પણ દોઢ વર્ષ પહેલા આવો જ એક કિસ્સો બન્યો હતો. આ રબારી સમાજ ના સ્વ.મિયાજર ભાઈ હુણે જૂનાગઢની સરકારી કચેરીમાં આત્મહત્યા કરી હતી. તેમણે પણ આ પ્રકારે સ્યૂસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.