બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ૫૦ % ફી માફી માટે રજૂઆત કરાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,બનાસકાંઠા
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી કોરોના સંક્રમણમાં વધારો ન થાય તે માટે સંવેદનશીલ સરકાર દ્વારા બાળકોના ભવિષ્ય નુકસાન ન થાય તે માટે શાળા- કોલેજો પર મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે સરકાર સામે શેતલબેન શેઠ દ્વારા વાલી જન આંદોલનના નેજા હેઠળ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ૫૦ % માફી માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો – રાજકોટની પોદ્દાર સ્કુલ દ્વારા સરકારના ગાઈડલાઈન નો અનાદર, વાલીઓ પાસે ફી ની માંગ

જેથી કોરોના કહેર વચ્ચે તમામ ધંધા- રોજગાર બંધ હોવાના કારણે હોવાથી વાલીઓને મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે. જેના કારણે બાળકોની ફી માં  ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવે તે માટે  વાલીઓ દ્વારા અલગ-અલગ રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે ફરી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હિમાંશુ પરમાર, દેવાંગભાઈ, અનીશભાઈ, અવનિશ ભાઈ હિતેશભાઈ, બીજા અલગ અલગ સ્કૂલોના વાલીઓ ઉપસ્થિત રહીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
રીપોર્ટ : જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.