ગરવી તાકાત,દાંતા: દાંતા તાલુકામાં આવેલી કુડેલ ગ્રામ પંચાયતમાં દબાણ દુર કરવાની બાબતે અનેક ગેરરીતીઓ થઈ હોઈ એવુ સામે આવ્યુ છે. જેમાં ગ્રામ પંચાયતમાં આવતા કુલ 286 દબાણમાંથી માત્ર 15 દબાણ જ દુર કરતા રહિષોમાં અશંતોષ સામે આવ્યો હતો. આ મામલે ગામજનો ડીટીઓને રજુઆત કરવા જતા તેમને પણ ગામજનોને ફોસલાવીને મોકલી દેવાના આરોપ થઈ રહ્યા છે.
દાંતા તાલુકામાં આવેલી કુડેલ પંચાયતમાં ગેરરીતી ના થયા આક્ષેપોના પગલે આજરોજ ગામલોકો એ ટીડિયોની મુલાકાત લિધી હતી. તેમાં કુડેલ ના સ્થાની રહિશો ને ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા. વધુ માં જણાવવા નુ કે કુડેલ ગામ દબાણ નુ સર્વ કરવા માટે 15 આશરે તલાટીની પેનેલ બનાવીને દબાણની ફાઈલ બનાવવામાં આવી હતી. પણ માપ પટટી કરયા વગર દબાણ તોડવાના સ્થાનીકોએ આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજરોજ ટી.ડિ.યો. સાહેબની મુલાકાત લેતા તેમને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરયો હતો. ગેરરીતી સામે પગલાની બદલે તેમને પછીથી તપાસ કરીશુ અને તમારૂ દબાણ તો ટુટી ગયુ છે. હવે કશુજ નહિ થાય તેમ સ્થાનીક રહિશોને કહયુ હતુ. અને તેમને કોર્ટ કચેરી કરવા સમજાવ્યુ હતુ. વધુમાં ટીડીઓ એ જણાવ્યુ હતુ કે તમે જાતે સર્વ કરાવો તેમાં ગ્રામપંચાયત તમારૂ કશુજ ન કરી શકે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતના કુલ દબાણ 286 હતા પણ માત્ર ને માત્ર 15 ઘરના જ દબાણ તોડતા ફરી વિવાદમાં પંચાયત આવી હતી. પેનલ તલાટી ઓના હસ્તે જો ગામનો સર્વે કરવામાં આવ્યો હોય, તો બીજા દબાણો કેમ ન ટુટયા તેવુ સ્થાનીક રહિશો એ રજીઆત પણ કરી હતી. સરપંચ પોતે આ દબાણમાંં નામ હોઈ તો તેમનુ કેમ સંતાડવા માં આવ્યુ હોય અને ગામના બીજા દબાણો ન તોડવામાં આવેલ હોય તે રહસ્ય કોઈ ને સમજાણુ નથી લોકો એ પુછપરસ કરતા તેમને ગામલોકો જોડેથી નામનુ લેખીત લઈ ટી.ડિ.યો. એ સરપંચ અને બીજા ગામલોકો નો બચાવ કરયો હોય તેવુ સુત્રો દ્રારા જાણવા મળ્યુ હતુ. ગામના દબાણ ભેગા સોચાલય તોડિ નાખતા રહિશોને મોટી મુસ્કેલીનો સામનો કરવો પડે છે. એક તરફ સરકાર ઘેરઘેર સોચાલય માટે અપીલ કરતી હોય છે બીજુબાજી સતા જોરે રાખી ને ખોટા દબાણો તોડતા મોટો ફરી વિવાદ આવ્યો હતો. શુ ? સ્થાનીક રહિશો ને ન્યાય મલશે ખરા કે પછી ઓફિસ ના સતાધારી ઓ તેમને ધકકાજ ખવડાવશે તે આવનારો સમય બતાવશે.