— નગરપાલિકાના વિપક્ષ નેતા અંકીતા ઠાકોર દ્વારા બનાસકાંઠા કલેક્ટરને રજુઆત કરાઈ :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર નગરપાલિકાના વિપક્ષ નેતા અંકીતા ઠાકોરે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સલેમપુરા દરવાજા બહાર આવેલ ગ્રાન્ટનું કામ તાત્કાલિક અસરથી અટકાવવા માંગ કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે નગર સેવા સદન કચેરી પાલનપુરના વિસ્તાર વોર્ડ નં.૪ના સલેમપુરા દરવાજા બહાર આવેલ “મોલાના આઝાદ” નામે ઓળખાતા રમત ગમતના મેદાન
માં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા બાંધકામ ચાલુ કરવામાં આવેલ છે.

જે બાળકોના રમત ગમતનું એક માત્ર સાધન હોવા છતાં સરકારે આરોગ્ય વિભાગને પી.એચ.સી.સેન્ટર બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ છે. જે પણ જાહેર હિતની બાબત હોઈ અમો
શહેરીજનોને કોઈપણ પ્રકારનો વાંધો નથી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા પી.એચ.સી.સેન્ટર બનાવવા માટેનો જે પ્લાન બનાવેલ છે તેથી ગ્રાઉન્ડના વચ્ચેના ભાગમાં બાંધકામ ચાલુ થતું હોઈ બાળકોના રમત ગમત માટેની જગ્યા વિખેરાઈ જતી હોઈ આ બાંધકામ કરવા માટે મેદાન અબાધિત રાખી અન્ય ભાગમાં બાધકામ કરવા માટે પુનઃ વિચારણા કરવા બાબતે દરખાસ્ત કરી હાલમાં ચાલુ થતું બાંધકામ તાત્કાલિક અસરથી અટકાવવા માંગ કરી છે.
આ ઉપરાંત આ મેદાન જુના રેકર્ડ મુજબ માપણી કરવામાં આવે તો આ મેદાન માટે બીજી વિશાળ જગ્યા પણ ખુલ્લી થઈ શકે તેમ છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવતી પી.એચ.સી. સેન્ટર માટે અલાયદી જગ્યા મળી શકે તેમ છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર