રીપોર્ટ, તસ્વીર - જયંતી મેતીયા
ગરવી તાકાત,બનાસકાંઠા

જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સબ ઇન્સ્પેક્ટર પરત ફરતા તેમનું સ્વાગત કરાયું 

વૈશ્વિક મહામારી કોરોનાથી બચવા માટે સરકારે ગાઇડલાઇન જાહેર કરી ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવા માટે સૂચના આપેલી છે. પરંતુ લોકો દ્વારા કોરોનાને ગણકારવામાં જ આવતો ન હોય જિલ્લામાં હાલમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક સરકારી વિભાગોમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનામા સપડાઇ રહ્યા છે. તેમાં બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડ વિભાગમાં જિલ્લા સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી એલ.એચ.વ્યાસને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ

દરમિયાન તેઓ હોસ્પિટલમાં હતા તે વખતે તેઓએ સરકારી ગાઇડ લાઇનના ચુસ્ત પાલન કરી સારવાર મેળવી હતી. આથી તેઓ સ્વસ્થ થઈ ગયા હોઇ અને તેઓએ કોરોનાને મહાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન આજે જિલ્લા કચેરી હોમગાર્ડ ખાતે જિલ્લા કમાન્ડન્ટ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર સિટી યુનિટના પી.બી. ગોસ્વામી પી.ડી. દરજી મુસ્તાકભાઇ તથા દળના અધિકારી તથા દળના હોમગાર્ડ સભ્યો દ્વારા અધિકારીને કોરોનાને મહાત આપી આવ્યા તે બદલ તમામે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી તેઓનું સ્વાગત કર્યું હતું.
રીપોર્ટ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: