અમદાવાદ-ગાંધીનગર: વાલીઓએ રજૂઆત કરતા શિક્ષણમંત્રીએ નિર્ણય બદલ્યો15 જૂન સુધીમાં પરિણામ જાહેર કરવા શાળાઓને આદેશગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કરેલી રજૂઆત બાદ હવેથી ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને 11ની એપ્રિલ 2019માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ શાળાઓએ 10 જૂન સુધી પૂર્ણ કરવાની રહેશે, અને તેનું પરિણામ 15 જૂન સુધીમાં જાહેર કરવાનું રહેશે.

Contribute Your Support by Sharing this News: