સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત VSITR ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ

શેર કરવા અહીં ક્લિક કરો.

— ઉદ્દઘાટન સમારંભ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા :

ગરવી તાકાત મહેસાણા : ભારત સરકાર તથા AICTEના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન (SIH) 2022ની ફાઇનલ પ્રતિયોગિતાનું તામિલનાડુ  ખાતે પાવઈ કોલેજ ઓફ એન્જિનિરીગમાં યોજાઈ. વર્ષ 2017 થી દર વર્ષે યોજાતી સ્માર્ટ ઈંડિયા હેકાથોનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી સમસ્યાનો સોફ્ટવેરે તથા હાર્ડવેર દ્વારા ઉકેલ શોધવાનો તથા યુવાઓને પ્રોત્સાહિત કરી મેક ઈન ઇન્ડિયા અભિયાનને સફળ કરવાનો છે.

— સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2022ની ફાઇનલ પ્રતિયોગિતામાં દેશભરમાંથી પ્રારંભિક રાઉન્ડની વિજેતાના 210 વિદ્યાર્થીઓ જુદાજુદા બે વિભાગની 15 થીમ માટે ઉત્સાહભેર જોડાયા હતા :

આ પ્રતિયોગિતામાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય(KSV)  સંલગ્ન વિદુષ સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ કડીના વિદ્યાર્થીઓ ઓમ પટેલ, નીલ પટેલ, વિશ્વાસ પટેલ, ક્રીનલ ખમાર, આર્યન પટેલ અને શેરોનની ટીમ “ટેક મેટ્રિક્સ”  પ્રો. વિમલ ભટ્ટ, પ્રો. નેહલ  શાહ, પ્રો.  હિમાની ત્રિવેદી (LDRP-ITR) તથા સ્ટાફના માર્ગદર્શન હેઠળ ભાગ લઈને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
“Prediction of Admission & Jobs in Engineering & Technology / Management / Pharmacy With Respect to Demographic Locations” વિષય વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ સ્વરૂપે આપવામા આવ્યા.  વિદ્યાર્થીઓએ મશીન લર્નિંગના રીગ્રેશન મોડેલનો ઉપયોગ કરીને હાયર ટેક્નિકલ એજ્યુકેશનમાં ભવિષ્યમાં થનારા (1) એડમિશન ટ્રેન્ડ (2) નોકરી / સ્કિલસેટની માંગ (3) ટેક્નોલોજીની જરૂરિયાત વગેરેને આગાહી કરતો પ્રોગ્રામ પાયથનમાં પાન્ડા અને નમપાય લાયબ્રેરીનો ઉપયોગ કરીને બનાવ્યો હતો  એક્સપર્ટ દ્વારા આ પ્રોજેક્ટને નોમીનેટ કરી વિદ્યાર્થીઓને  પ્રથમ ક્રમાંક અર્પણ કરી એક લાખ રૂપિયા પુરસ્કાર રૂપે એનાયત કરવામાં આવ્યા.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડીના ચેરમેન અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલના સતત માર્ગદર્શન અને પ્રેરણા દ્વારા આ સફળતા પ્રાપ્ત થયેલી છે. વલ્લભભાઈ એમ. પટેલે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. હિરેન પટેલ, વિદ્યાર્થીઓને તથા મેન્ટરને અભિનંદન સાથે વિદ્યાર્થીઓના તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.