વિદ્યાર્થીઓના કોચ પણ રીલે દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યુ.
હિમતનગર સાબર સ્ટેડીયમ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ ખાતે આવેલી કેશરબા જાડેજા વિદ્યાસંકુલ ના બે વિદ્યાર્થીઓ જેમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા સોલંકી કરણકુમાર કરશનભાઈ જે 400 મીટર હડલ્સમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે પ્રજાપતિ દિપકુમાર દિનેશભાઈએ ગોળા ફેંકમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત નાનોસણા ગામના પટણી રવિન્દ્ર પૂનમભાઈ નામના વિદ્યાર્થીએ ત્રિપલ જંપમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સિવાય ઉપરોકત વિદ્યાર્થીઓના કોચ અને વ્યાયામ શિક્ષક વિશાલભાઈ મેતિયા પણ 100 બાય 400 રીલે દોડમાં પ્રથમ નંબર મેળવતા શાળાના પ્રમુખ અને સમગ્ર સ્ટાફ દ્વારા આ બંને વિદ્યાર્થીઓ તથા તેમના કોચને શાળા પરિવારનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.