મહેસાણા એસઓજીની ટીમ દ્વારા નાર્કોટીક્સ ડ્રગ્સ અંતર્ગત ગણપત યુનિવર્સિટીમાં સેમિનાર યોજાયો
ડ્રગ્સથી થતાં નુકશાન અને સ્વાસ્થય પર પડતી અસરો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયાં
ગરવી તાકાત, મહેસાણા તા. 05 – મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઇ વી.આર.વાણિયા તથા એસઓજી ટીમ દ્વારા ગણપત યુનિવર્સિટી ખેંરવા ખાતે નાર્કોટીક્સ ડ્રગ્સ અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ બાબતે એસઓજી પી.આઇ દ્વારા માહિતગાર કરવામાં આવ્યાં હતા અને તેનાથી થતાં નુકશાન બાબતે માહિતી પુરી પાડવામાં આવી હતી.
ગાંધીનગર પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સની બદ્દી નેસ્ત નાબુદ કરવા જરુરી સૂચના આપેલ તથા યુવાનોને ડ્રગ્સ તથા તેના દુષપરિણામો અંગે જાગૃત કરવા સૂચના કરવામાં આવી હતી જે અંતર્ગત મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રગ્સની બદ્દી નેસ્તનાબુદ કરવા મહેસાણા એસઓજી પીઆઇ વી.આર.વાણીયા તથા એસઓજી ટીમ દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને નાર્કોટીક્સ ડ્રગ્સથી થતાં નુકશાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોર્કોટીક્સ ડ્રગ્સના દુષપરિણામ અંગે ગણપત યુનિવર્સિટીના છાત્રોને જાગૃત કરવામાં આવ્યાં હતા. ડ્રગ્સ એક સામાજિક દુષણ છે. તથા તેની શારીરિક તથા માનસિક અસર સ્વાસ્થય પર પણ પડે છે. વધુમાં સમાજ અને દેશ પર થતી ઘાતક અસરો પણ પડે છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સેય યસ ટુ લાઇફ નો ટુ ડ્રગ્સ ના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જ્યારે ડ્રગ્સ બાબતે સેમિનારમાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આપ્યાં હતા.