સેન્સર ટેકનોલોજી માટે અમદાવાદ ની જાણીતી કંપની સિગ્મા ટેક્નોલૉજી પ્રાં. લી. ની ઔદ્યોગિક મુલાકાત પૂર્ણ કરી હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 25 – શ્રી સી.જે. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરના બીસીએ સેમ-5 ના વિદ્યાર્થીઓએ તાજેતરમાં 21 સપ્ટેમ્બર, 2023 ના રોજ સેન્સર ટેકનોલોજી માટે અમદાવાદ ની જાણીતી કંપની સિગ્મા ટેક્નોલૉજી પ્રાં. લી. ની ઔદ્યોગિક મુલાકાત પૂર્ણ કરી હતી.
આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સાયબર સિક્યોરિટીથી માંડીને ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મુખ્યત્વે સેન્સર ટેકનોલોજી સુધીના આઈટી ઉદ્યોગના વિવિધ પાસાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સફળ મુલાકાત બીસીએ ના વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ અને પ્રેક્ટિકલ એક્સપોઝર પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આવી પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી તેમને ઉદ્યોગ-સાહસિક બનવામાં મદદ કરે છે. આ સફળ મુલાકાત માટે કોલેજના પ્રિન્સિપાલ ડોં. અભિજીત જાડેજા , યુનિવર્સિટિ ના પ્રોવોસ્ટ ડોં. પી.એમ. ઉદાની અને સંસ્થા ના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ દ્વારા બી.સી.એ. ના સમગ્ર સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા.