ગરવીતાકાત,બનાસકાંઠ: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.તેનાથી છેવાડાના ગામોમાં રહેતા બાળકો પણ પોતાની પ્રતિભા સાબિત કરી શકે.આ વર્ષે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ થરા ઓગડ વિદ્યા મંદિર ખાતે બી.ડી.ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે યોજાયો તેમાં ભદ્રેવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કિંજલ ઠાકોર ખેલ મહાકુંભમાં અંડર 14 માં 400 મીટર દોડ અને ઉંચીકુદ માં તાલુકા કક્ષાએ પ્રથમ અને વસન ઠાકોર અને અલ્પેશ ઠાકોર બંને વિદ્યાર્થીઓ અંડર 14 માં 200 મીટર દોડમાં અનુક્રમે 2 જો અને 3જો નંબર પ્રાપ્ત કરી શાળા અને ગામના ગૌરવમાં વધારો કરેલ.શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીએ ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.ધીરજસિંહ સોલંકી અને અશોકભાઈ પટેલે ખેલાડીઓને અંગત રસ ધરાવીને તૈયાર કર્યા હતા.આગામી જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ કિંજલ રોશન કરશે એવું આચાર્યશ્રી એ જણાવ્યું હતું.

તસવીર અહેવાલ મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા