• વિદ્યાર્થિની 3 વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં હતી
  • કામરેજની વિદ્યાર્થિનીના મોતથી પરિવારમાં શોક

ગરવીતાકાત,સુરતઃપીપલોદ વિસ્તારમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લીધું હતું. વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ સુસાઈડ કરી લેતા પરિવારમાં શોકનો માહોલ પેદા થયો હતો. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલમાં પીએમ માટે ખસેડાયો છે. સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કારણ અકબંધ: કામરેજની વ્રજવાટીકામાં રહેતી રહેતી ડિમ્પલ નરેશભાઈ કલેશ(ઉ.વ.આ.19) નામની વિદ્યાર્થિની પીપલોદમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો.દીકરીના મોતથી પરિવાર પણ હતપ્રત થઈ ગયું હતુ. જો કે હજુ સુધી તેના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુતપાસ હાથ ધરી છે.