નૂતન સર્વ વિદ્યાલય વિસનગર ખાતે અભ્યાસ કરતો વિદ્યાર્થી ધોરણ 10 માં સમગ્ર મહેસાણા  જિલ્લામાં પ્રથમ આવ્યો પટેલ કશીશ કુમાર સુધીરભાઈ એ ધોરણ 10 ધોરણ માં 600 માંથી 575 માર્ક મેળવ્યા કશીશ ના પિતા સુધીરભાઈ નૂતન હાઈસ્કૂલમાં ફીજીકસ ના શિક્ષક નૂતન સર્વ વિદ્યાલય નું 79.90 ટકા પરિણામ ટ્રસ્ટ ના ચેરમેન પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીને કર્યો સન્માનિત
“નૂતન સ્કુલ ના વિદ્યાર્થી નો ધોરણ ૧૦ બોર્ડ માં સમગ્ર મહેસાણા જિલ્લા માં પ્રથમ ક્રમાંક”

વિસનગરની સૌથી જૂની અને નામાંકીત શાળા નૂતન સર્વ વિદ્યાલય ના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા કશિશકુમાર સુધીરભાઈ પટેલે બોર્ડમાં 99.97 PR રેન્ક સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે આવી સમગ્ર વિસનગરને વિશેષ ગૌરવ અપાવ્યું છે. ગુજરાત બોર્ડના 66.97% પરિણામ ની સાપેક્ષમાં નૂતન સ્કુલનું પરિણામ 79.19% આવેલ છે. વિશેષમાં શાળાના 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થઈ શાળાનું નામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોશન કર્યું છે.

સમસ્ત નૂતન પરિવાર આ જ્વલંત સફળતા બદલ આનંદ ની લાગણી સાથે કશિશ તેમજ A1 ગ્રેડ મેળવેલ સર્વે વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા, શાળાના પ્રિન્સીપાલ અને સર્વે શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે.

Contribute Your Support by Sharing this News: