— સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આઠ માસ અગાઉ સામાન્ય સભામાં ઠરાવ કરીને રજૂઆત કરાઇ હતી :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : સરસ્વતી તાલુકામાં આવેલ ચોરપુરા પાટિયા પાસે બસ સ્ટેન્ડ બનાવવા માટે વિદ્યાર્થીઓ તેમજ લોકો ની ઉગ્ માંગણી છે.પાટણ શિહોરી હાઈવે રોડ નજીક આવતા ચોરમારપુરા પાટીયા પાસે હાલમાં કોઈ સુવિધા નથી. વિદ્યાર્થીઓ તેમજ લોકોને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.
ઉનાળાના ધોમધખતા તાપમાં લોકોને ઝાડ નો સહારો લેવો પડે છે.આ પીક-અપ બસ
સ્ટેન્ડ માટે સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પિંનંકીબેન વિક્રમસિંહ વાઘેલા એ સરસ્વતી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને આઠ માસ અગાઉ લેખિત મા રજૂઆત કરી હતી.

પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.ત્યારે વિદ્યાર્થીઓ તેમજ લોકોની માગણી છે. કે અહીંયા પીકઅપ સ્ટેન્ડ બને તો સરળતા રહે.બીજી બાજુ ચોરમારપુરા માં સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ સરસ્વતી તાલુકા સિવિલ કોર્ટ.તાલુકા પંચાયતની કચેરી.રિજિયોનલ સાયન્સ સેન્ટર.જેવી અગત્યની સરકારી કચેરીઓ આવેલી છે.
પરંતુ પાટણ શિહોરી રોડ ઉપર આવતા ચોરમાર પુરા પાટિયા પાસે બસ સ્ટેન્ડ ન હોવાથી લોકો તેમજ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.ત્યારે આજ પાટીયા પાસેથી નીકળતા અઘાર ગામના રોડ ઉપર પ્રાથમિક શાળા પણ આવેલી છે.જો પીકઅપ સ્ટેન્ડ બને તો લોકોને વ્યવહાર નો પણ લાભ મળે.વહેલી તકે પીકઅપ સ્ટેન્ડ બને તેવી લોકોની માંગણી છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ