ત્રણ વિવાદીત કૃષી કાનુનની વિરોધમાં ખેડુતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં તેમની મુખ્ય માંગ ત્રણ કાનુનને પરત લઈ એમએસપીનો કાયદો બનાવવાની માંગ છે. પરંતુ આદોંલન દરમ્યાન પ્રશાસન દ્વારા હીંસા કરવામાં આવી હોવાના આરોપસર ખેડુતો વધારે ઉગ્ર જોવા મળી રહ્યા છે. આ મામલે બનાસકાંઠાના ધાનેરામાં પણ રાષ્ટ્રીય કિશાન સંગઠનો લખીમપુર તથા ત્રણ કૃષી કાનુન મામલે પ્રદર્શન કર્યુ હતુ. પરંતુ પોલીસ તેમની અટકાયત કરી લીધી હતી.
બનાસકાંઠામાં રાષ્ટ્રીય કિસાન સંગઠનનુ કૃષી કાનુન મામલે સખત વલણ જોવા મળી રહ્યુ છે. જેમાં આ સંગઠનના નેતાઓ ત્રણ કૃષી કાનુની વિરોધમાં પ્રખરતાથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે આજરોજ બનાસકાંઠાના ધાનેરામાં રાષ્ટ્રીય કિશાન સંગઠનના આગેવાનોએ લખીમપુરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીપુત્રએ વાહન નીચે ખેડુતોને કચડી નાંખવા મામલે રેઈલ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ખેડુત નેતાઓની અટકાયત કરી લીધી હતી. અહિયાં ખેડુતોની માંગ હતી કે, મંત્રીપુત્રને કડક સજા થાય તથા કૃષી કાનુન રદ કરવામાં આવે તે માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા હતા.