રાજ્યોની શાળાઓ પાસે પુસ્તકો નથી, વિધાર્થીઓ વગર પુસ્તકે પરિક્ષા આપવા મજબુર

September 25, 2021

શહેરની 6 ગ્રાન્ટેડ અને જસદણની 2 સરકારી મળી કુલ 8 શાળાઓમાં ધોરણ 9 થી 12ના 1500 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્‌ય પુસ્તક મળ્યા નથી. આથી તેની સીધી અસર બાળકોના શૈક્ષણિક કાર્ય પર પડી રહી છે. એક માસ બાદ સત્રાંત પરીક્ષા છે તેમ છતાં હજુ સુધી શિક્ષણ તંત્રની અવ્યવસ્થાના પરિણામે વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહ્યા હોવાની જીલ્લા શિક્ષણાધિકારીને સરદાર પટેલ વિદ્યા મંદિર સ્કુલનાં આચાર્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં નિરીક્ષકનું કહેવું છે કે, ઇન્ડેન્ટ ફોર્મ રજૂ કર્યા છે તેવી તમામ સ્કુલોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ રજૂ કરવામાં વિલંબ કર્યો હોય તેવી સ્કુલોને પુસ્તકો નહિ મળ્યા હોય. સ્કુલ અને તંત્ર વચ્ચેનાં વિવાદમાં વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહ્યા છે.

રાજકોટની સરદાર પટેલ વિદ્યા મંદિર સંકુલનાં આચાર્યએ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તંત્રની પોલ ખોલી નાખી છે. ધોરણ 9 થી 12નાં વર્ગનાં વિદ્યાર્થીઓને પાઠ્‌ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યા ન હોવાનો આરોપ તંત્ર સામે લગાવ્યો છે. એક ખાનગી શાળાના સંચાલકના અનુસાર ઓફલાઇન વર્ગો શરૂ થયા બાદ પાઠ્‌યપુસ્તકો માટે ઇન્ડેન્ટ ફોર્મ ભર્યા હતા. જાેકે અમારી સ્કુલમાં માઇનસમાં વિદ્યાર્થીઓ ઇન્ડેટ ફોમમાં દર્શાવેલા આવતા હતા. જેથી અનેક વખત મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં પણ કોઇ ઉકેલ નહિં આવતા લેખીત અરજી કરી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓની છ મહિનાની સત્રાંત પરિક્ષા પણ નજીક આવી છે.

આ પણ વાંચો – દેશમાં દરરોજ 80 મર્ડર અને 77 બળાત્કારના કેસ નોંધાય છે : NCRB

બે વિદ્યાર્થીઓ વચ્ચે એક પુસ્તકનો સેટ ફાળવવામાં આવ્યો હોવાથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને પુસ્તકો આપવાની માંગ કરી છે. જાે અમારી સ્કુલનાં વિદ્યાર્થીઓને પુસ્તકો ફાળવવામાં નહિં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. મહત્વનું છે કે, ગૌતમ શાળા વિકાસ સંકુલની 9 માંથી 5 શાળામાં જ પાઠ્‌ય પુસ્તકો મળયા છે. જયારે ગણેશ વિદ્યાલય, આદર્શ નિવાસી કન્યા અને કુમાર શાળા તથા માતૃમંદિરમાં ભણતા ધોરણ 9 થી 12 ના 800 જેટલા વિદ્યાર્થીઓને પાઠ્‌ય પુસ્તકો ન મળતા આચાર્ય કે. જી. ભેંસાણિયાએ જિલ્લા શિક્ષણ અધિકારી રજુઆત કરી શિક્ષણમંત્રી સુધી નકલ રવાના કરી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગના નિરીક્ષક વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે, પાઠય પુસ્તકની કામગીરી શાળા વિકાસ સંકુલ મારફત થતી હોય છે. ઇન્ડેન્ટ ભરવાનું હોય છે જે સમયસર નથી ભરવામાં આવ્યું માટે પાઠ્‌ય પુસ્તકની ઘટ ઉભી થવા પામી છે. આ સાથે ધોરણ 11 માં વધુ પ્રવેશ થયા છે. જેના કારણે પણ પાઠ્‌ય પુસ્તકની ઘટ ઉભી થઈ છે. મોટાભાગની સ્કુલોને પાઠ્‌ય પુસ્તકોનું વિતરણ કરી દેવામાં આવ્યા છે. અમુક 4 થી 5 સ્કુલોએ ઇન્ડન્ટ ફોર્મ ઓનલાઇન સબમિટ સમયસર ન કર્યા હોવાથી પુસ્તકો ફાળવવામાં આવ્યા નહિં હોય. આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે.

(એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0