ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૦૬)

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ બુટલેગરો દ્વારા વેચાણ કરવામાં આવે છે અને પોલીસ પણ વારંવાર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમ ઉપર કાર્યવાહી કરતી હોય છે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અલગ-અલગ કેસો શોધી કાઢવામાં આવ્યા છે બે દિવસ અગાઉ ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ રંગે હાથે પકડાયેલ હતો અને આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ સહિત ત્રણ ઇસમો ઉપર કેસ કરવામાં આવેલ છે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તથા બે ટીઆરબી જવાનો ને ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી ગાંધીનગર ટીમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો રાજસ્થાનથી ગુજરાતી દારૂ લઈ આવતા સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા રંગે હાથે પકડી પાડવામાં આવેલ હતા આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીને લઈ પોલીસ ગેરકાયદેસર દારૂના વેચાણ કરતા ઉપર વારંવાર કેશો બનાવી કાર્યવાહી કરતી હોય છે ત્યારે આ તો પોલીસ જ દારૂ સાથે ઝડપાયા ખરેખર પોલીસ માટે પણ શરમજનક વાત છે હવે જોવું રહ્યું કે જીલ્લા પોલિસ આ ઘટનાને લઇ કેટલી સક્રિય બનશે તે જોવું રહ્યું

તસ્વીર અહેવાલ દિગેશ કડીયા હિંમતનગર

Contribute Your Support by Sharing this News: