મહેસાણા જીલ્લાનુ સુપ્રસિધ્ધ મંદીર બચુરાજીમાં રાજ્યના કેબીનેટ મંત્રી દર્શેને આવ્યા હતા. જ્યાં તેઓએ તેમના પરિવારના સભ્યો સાથે બહુચરમાતાના દર્શન કર્યા હતા. રાજ્યના સામાજીક અને ન્યાય કેબિનેટમંત્રીએ મંદીરમાં શાસ્ત્રોક્ત વિધિ પુજા કરી વિશ્વને કોરોના મુક્ત અને સારા સ્વાસ્થ્ય માટે પાર્થના કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતમાસમા રાજ્યના પુર્વ સીએમ રૂપાણીએ રાજીનામુ ધરી દેતાં ભુપેન્દ્રસીંહને સીએમ બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે આખે – આખુ મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમારને કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.