ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું 82.45 % પરિણામ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લાનું ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહનું 85.26 ટકા પરિણામ,  સામાન્ય પ્રવાહનું 95.39 ટકા

ગરવી તાકાત,ગાંધીનગર તા.09- ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું 82.45 % પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે ધોરણ – 12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહનું એકસાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે. મહેસાણા જિલ્લાનું ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહનું 85.26 ટકા પરિણામ સત્તાવાર રીતે જાહેર થયું છે. જ્યારે સામાન્ય પ્રવાહનું 95.39 ટકા પરિણામ જાહેર થયું છે.

એજ રીતે મહેસાણા જિલ્લાની વાત કરીએ કરીએ તો જિલ્લામાં સાયન્સમાં 3817 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જેની સામે 3805 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જે પૈકી A 1 ગ્રેડ માત્ર 12 વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. જ્યારે A2- 229, B1-624, B2-833, C1-888, C2-560, D-98 તેમજ E1-0 વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે.

બીજી તરફ મહેસાણા જિલ્લાના કેન્દ્રોની ઉપર નજર કરીએ તો કડી કેન્દ્રમાં 679 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC – 607, NI -73 મળીને 89.40 % પરિણામ કડી કેન્દ્રનું રહ્યું છે. જ્યારે ખેરાલુ કેન્દ્રમાં 235 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં EQC -210, NI – 25 મળીને 89.36 %,મહેસાણા પૂર્વમાં 758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાં EQC-615,NI-145 મળી ને 81.13% પરિણામ, મહેસાણા પશ્ચિમ કેન્દ્રોમાં 535 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાં EQC-462, NI-79 મળી 86.36% પરિણામ, પિલવાઈ કેન્દ્રમાં 166 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં EQC-126,NI-40 મળી 75.90% પરિણામ,ઊંઝા કેન્દ્ર પર 217 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી જેમાં EQC 189, NI-28 મળી 87.10% પરિણામ, વિજાપુર કેન્દ્રમાં 429 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાં EQC-375, NI-56 મળી 87.41% પરિણામ, વિસનગર કેન્દ્રમાં 686 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાં EQC-578,NI-109 મળી 84.26% પરિણામ, ડભોડા કેન્દ્રમાં 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં EQC-83,NI-19 મળી 81.37% પરિણામ મેળવ્યું છે.

મહેસાણા ધો 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 સેન્ટર પર લેવામાં આવી હતી. સામાન્ય પ્રવાહનું 95.39 ટકા પરિણામ જાહેર થયું છે. કડી-95.20% ખેરાલુ-97.36% મહેસાણા ઇસ્ટ-92.34% પિલવાઈ-99.02% ઊંઝા-94.40% વિજાપુર-94.69% વિસનગર-94.86% નંદાસણ-96.31% સતલાસણા-98.63% ગોરીસણા-98.11% ડભોડા-96.81% વડનગર-96.90% સરદારપુરા-96.20% ખરોડ-98.44% બિલિયા-98.21% મહેસાણા વેસ્ટ-89.18% કુકરવાડા-98.36% બેચરાજી-97.48% વડું-95.44% આંબલિયાસન-99.22% કાંસા-98.40% આમ ઉપર પ્રમાણે કેન્દ્રના પરિણામ જાહેર થયા છે.

મહેસાણા જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 11993 વિદ્યાર્થીઓ પૈકી 104 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 1415 વિદ્યાર્થીઓએ A2, 3107 વિદ્યાર્થીઓએ B1 અને 3387 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 2463 વિદ્યાર્થીઓએ C1 અને 864 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 60 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.