સોમવારથી શાળામાં ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ વાલીનું NOC ફરજીયાત લેવું પડશે

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં ધીરે ધીરે ઓછું થતા રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની લાંબા સમયથી દડમજલ ચાલી રહી હતી. જો કે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને ધોરણ 1 થી 9 નું શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું છે. જાન્યુઆરી માસમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થતા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 1થી 9 ની શાળાઓ ફરી શરૂ કરવા અંગેની માહિતી ટ્વીટ દ્વારા આપી હતી. સોમવારથી રાજ્યમાં ઓફલાઇન વર્ગો શરૂ થશે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી હતી. કોરોનાના કેસ ઘટતાની સાથે જ સરકાર દ્વારા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યા છે.

જેના અનુસંધાને હવે શાળાઓ પરથી પણ નિયંત્રણો ઘટાડવામાં આવી રહ્યા છે. ખાનગી શાળા સંચાલકો અને અન્ય મંડળો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરી છે. ગુજરાત સરકાર દ્વારા હવે પછી શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન શિક્ષણની નકારાત્મક અસરો અંગે વાલીઓ પણ ચિંતિત હતા.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.