સુશાંત સીંહ રાજપુત ના પિતા કે.કે.સિંહે આરોપ લગાવ્યો છે કે રિયાએ છેલ્લા એક વર્ષમાં સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ ઉપાડ્યા હતા અને તેને એવા ખાતામાં મૂકી દીધા હતા જેનો સુશાંત સાથે કોઈ લેવા-દેવા નથી. નોંધપાત્ર વાત એ છે કે સુશાંત 14 જૂનના રોજ મુંબઇ સ્થિત તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

અભિનેત્રી રિયા ચક્રવર્તીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 7 ઓગસ્ટે સુશાંત કેસના સંદર્ભે પૂછપરછ માટે મુંબઇ હાજર થવાની નોટિસ મોકલવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસની આર્થિક પાસાથી તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ રિયાની સંપત્તિની તપાસ કરી રહી છે. તે જ સમયે, ઇડીએ સુશાંતના પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને પણ આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. તપાસ એજન્સીએ આવતીકાલે 8 ઓગસ્ટે સુશાંત સાથે રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીને પણ બોલાવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી આજે મુંબઇની ઇડી ઓફિસ પહોંચી હતી. અહીં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે અને કથિત આર્થીક વ્યવહારની તપાસ કરી રહી છે. જો કે, અગાઉ, ચક્રવર્તીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પ્રશ્નોનો સામનો ન કરવો પડે માટે સુપ્રીમ કોર્ટની સુનાવણી ના આવી જાય ત્યાં સુધી વધારે મહોલત માંગી હતી.

ગુંજન સક્સેના વિવાદ: ગુંજન નહી પણ વિધા હતી પ્રથમ ઉડાન ભરવા વાળી મહીલા?

માનશિંદે જે રીયાના વકીલ છે તેમને જણાવ્યુ છે કે અભિનેત્રી શુક્રવારે ઇડી સમક્ષ હાજર નહીં થાય. તેમણે કહ્યું કે ચક્રવર્તીએ કોર્ટમાં તેમની અરજીની સુનાવણી થાય ત્યાં સુધી પોતાનું નિવેદન રેકોર્ડ ન કરવા વિનંતી કરી છે. માનશીંદેએ કહ્યું કે ઇડીએ તેમની વિનંતી પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, જ્યારે રિયા હવે મુંબઇની ઇડી ઓફિસ પહોંચી છે, ત્યારે માનવામાં આવે છે કે ઇડીએ કોઈ સમય આપ્યો નથી.

ઈડીએ મની લોન્ડરિંગના મામલામાં સોમવારે (3 ઓગસ્ટ) બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરની પૂછપરછ કરી હતી તેના પહેલા રીયાના દોસ્ત સેમ્યુઅલ મીરાંડાની પણ પુછપરછ કરી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી સુશાંત રાજપુતના કેસમાં મુખર જોવા મળી રહી હતી જેમાં તે સુશાંતના આપઘાતને બોલીવુડના નેપોટીઝમ સાથે જોડી રહી હતી પરંતુ ઈન્વેસ્ટીગેશનમાં કઈક અલગ જ તથ્યો બહાર આવી રહ્યા છે.

 

Contribute Your Support by Sharing this News: