મહેસાણાના કડીમા ચૂંટણીમાં ફરજ દરમિયાન SSB જવાનનું હાર્ટ એટેકથી મોત,મહેસાણા હેડક્વાર્ટર શ્રદ્ધાંજલિ આપાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ અપાઈ :

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લામાં આગામી ચૂંટણી દરમિયાન SSB જવાનોની 5 જેટલી કમ્પનીઓ મહેસાણા ની અલગ અલગ વિધાનસભામાં તૈનાત કરવામાં આવી છે.ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના બનવા પામી છે જેમાં કડી સેન્ટર પર ફરજ દરમિયાન SSB જવાનનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે
મૂળ રાજસ્થાન ના બાડમેર જિલ્લાના SSB જવાન હેમારામ ગોમાંરામ પોતાની કમ્પની સાથે ચૂંટણી હોવાથી મહેસાણા જિલ્લામાં ફરજ પર આવ્યા હતા એ દરમિયાન તેઓને કડી સેન્ટર પર તૈનાત કરવામાં આવ્યા હતા જ્યાં 5 તારીખના રોજ તેઓને બીપી લોવ થઈ જતા કડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા બાદમાં ત્યાંથી ગાંધીનગર અને બાદમાં અમદાવાદ સિવિલમાં લઇ જવાયા હતા જ્યાં આજે 11 કલાકે તેઓનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું
બાદમાં જવાનના પાર્થવ દેહને મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવામાં આવ્યા હતા.જય મહેસાણા હેડક્વાર્ટર પોલીસ સ્ટાફ જિલ્લા પોલીસ વડા, સહિતના સ્ટાફે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં SSBના સિનિયર ડી.આઈ.જી અધિકાર અને SSB જવાનો ઉપસ્થિત રહ્યા હતા  શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ જવાન ના પાર્થિવ દેહને મહેસાણા પોલીસની એમ્બ્યુલન્સ વાનમાં તેઓના વતન પાર્થિવ દેહ મોકલી આપવામાં આવ્યો છે જ્યાં કાલે તેઓના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ ક્રિયા કરવામાં આવશે

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.