ગરવી તાકાત, મહેસાણા
મહેસાણામાં અકસ્માતોનીના બનાવો રોજ સામે આવતા હોય છે. જેમાં ગઈકાલે મહેસાણાના પાલાવાસણા એસ.આર.પી.કેમ્પની સામે એક અકસ્માત સજાર્યો હતો. જેમા બાઈક ચાલકનુ મહેસાણાના લાયન્સ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.
બાલકરામ રામધીરાજ પાસવાન અને રામકરણ રામ નામના બે પરપ્રાન્તીય તેમના શેઠનુ બાઈક લઈ અંબાસણથી મહેસાણા તરફ આવી રહ્યા હતા ત્યારે પાલાવાસણા એસ.આર.પી. કેમ્પની સામે રોડ ઉપર એક અજાણ્યો શખ્સ તેમના બાઈકની સામે આવી જતા બાઈક સ્લીપ થઈ જવા પામેલ હતુ. અને ત્રણે જણને ઈજાઓ થતા આસપાસના લોકોએ તુરંત 108 ને બોલાવી ત્રણેને મહેસાણા સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – મહેસાણાના ભાન્ડુ રોડ ઉપરથી 14,60,200 રૂપીયાનો વિદેશી દારૂ ઝડપાયો
બે શખ્સને ગંભીર ઈજા ના થઈ હોવાથી તેમને હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે.પરંતુ બાઈક ચલાવનાર રામકરણ રામ ને આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામેલ હતી અને શરીરમાંથી ખુબ જ લોહી નીકળી જતા તેમને સીવીલમાંથી લાયન્સ હોસ્પીટલમાં ખડેસવામાં આવ્યા હતા. જ્યા લાયન્સ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ થવા પામેલ હતુ.