મોડી રાત્રે કચ્છના નખત્રાણામાં અચાનક મામલો બિચક્યો હતો. નખત્રાણાના કોટડા જડોદરમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ આઇજી અને એસપી,ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા છોડાયા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણાના કોટડા (જડોદર) ગામની શેરીમાં લગ્ન પ્રસંગ હોવાથી બાઈક ચલાવવાના મુદ્દે મામલો બીચક્યો હતો. બાઈક મુદ્દે એક યુવક પર હુમલો થયો હતો. બાઈક ચલાવનાર યુવકને રોકીને ઠપકો આપાયો હતો, ઠપકો આપનાર યુવક પર અન્ય જૂથના યુવકે કુહાડીથી હુમલો કર્યો હતો જેથી બે જુદી જુદી જાતિના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું એક જૂથના ટોળાએ જડોદરમાં કેટલાક વાહનો અને કેબિનોને આગચંપી કરી હતી. જેને કારણે તંગદીલી સર્જાઈ હતી. હુમલા બાદ આગચંપી કરતા વિવાદ વધ્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તરત દોડતી થઈ હતી.
ઘટનાને પગલે રેન્જ આઇજી અને એસપી,ડીવાયએસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ પોલીસ સ્ટાફ દ્વારા કરાયો હતો. પરિસ્થિતીને વણસતી અટકાવવા માટે આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે એસઆરપીના જવાનોને પણ સ્થળ પર તૈનાત કરાયા હતા. જાેકે, સમગ્ર મામલે હજી સુધી વિધિવત ફરિયાદ નોંધાઈ નથી.
(ન્યુઝ એજન્સીના ઈનપુટ સાથે)