સરદાર પટેલ સેવાદળ(SPG) નુ વિસનગરના સદુથલા ગામે અધ્યક્ષ લાલજી પટેલ અને પુર્વ રાષ્ટ્રીય સંયોજક અંજુ પટેલની અધ્યક્ષસ્થાને યુવાનો અને મહિલાઓનુ સંમેલન યોજાયુ હતુ. આ સમેંલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રંદ્ધાજંલી પણ આપવામાં આવી હતી.
એસપીજીના આ સંમેલનમાં પાટીદાર સમાજને સત્તામાં વધુમાં વધુ ભાગીદારી મળે તે માટે આગામી દિવસોમાં જાહેર કાર્યક્રમો કરવા દરેક હોદ્દેદારોએ નિર્ણય લીધો હતો. આ સાથે આગામી વિધાનસભાની ચુંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈયે કે, આ સંમેલનમાં લાલજી પટેલ અને અંજુ પટેલે કેટલીક સપથ લેવડાવી હતી. જેમાં એસપીજીની પુર્વ રાષ્ટ્રીય સંયોજકે પાટીદાર યુવતીઓને ઉમા-ખોડલની સોંગદ ખવડાવ્યા હતા કે, અમે લગ્ન કરીશુ તો માત્ર સમાજમાં જ કરીશુ.
લાલજી પટેલે યુવકોને વ્યસન છોડવા સોંગદ આપી હતી. આ સીવાય સરકારી/અર્ધ સરકારી નોકરીઓ પ્રાપ્ત કરવા પાટીદાર સમાજના લોકોએ ક્લાસીસ જોઈન કરવા. એસપીજી પરિવારના નજીકના સમયમાં જે લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેને SPG આર્થીક મદદ કરશે. ગામના વડીલોએ નક્કી કર્યુ હતુ કે, યુવક/યુવતીઓ માટે ફીટનેસ સેન્ટરો ખોલવામાં આવશે.