આંધી-વરસાદથી પરેશાન છે દક્ષિણ ભારત, હિમાચલ પ્રદેશમાં પણ યેલો અલર્ટ

શેર કરવા અહીં ક્લિક કરો.

નવી દિલ્હીઃ આગામી બે દિવસોમાં હવામાન ખાતાનો મિજાજ બદલી શકે છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે યેલો વોર્નિંગ જાહેર કરતા રાજ્યોમાં 10 અને 11 મેના રોજ તેજ વરસાદ અને આંધીની આશંકા જતાવી છે, વિભાગ મુજબ શુક્રવાર અને શનિવારે હિમાચલ પ્રદેશના સમતલ અને ઓછા પહાડી વિસ્તારોમાં કરા પડવાની સાથે તેજ વરસાદ થવાનું પણ અનુમાન છે, હિમાચલના બગડેલ મોસમની અસર આજુબાજુના રાજ્યો પર પણ પડશે, જે બાદ દિલ્હી અને એનસીઆરમાં પણ તેજ હવાઓ ચાલવાની અને વરસાદ થવાની આશંકા છે.

હિમાચલ પ્રદેશમાં યેલો અલર્ટ, આંધી-તોફાનની આશંકા વી શકે વરસાદ

જ્યારે કર્ણાટક અને કેરળમાં મંગળવારે રાત્રે તેજ વરસાદ થયો હતો, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે મંગળવારે જ તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આગલા બે દિવસો સુધી તેજ હવા ચાલવાની અને વરસાદની ચેતવણી પણ આપી હતી, વિભાગે રાજ્યના દક્ષિણી આંતરિક સ્થાનોમાં સારો વરસાદ થવાની સંભાવના જતાવી હતી, આજે પણ બેંગ્લોરમાં તેજ વરસાદ થવાની આશંકા છે.

હિમાચલ પ્રદેશમાં યેલો અલર્ટ, આંધી-તોફાનની આશંકા
તટીય આંધ્ર પ્રદેશમાં લૂ

જો કે ઉત્તર અને આંતરિ કર્ણાટકમાં કેટલાક સ્થળો પર વધુ તાપમાનમાં વધારો થયો છે. કલબુર્ગીમાં તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે પ્રદેશભરમાં ઉચ્ચતમ સ્તર પર હતું. ભારતીય હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનોમાં જણાવ્યું કે તટીય આંધ્ર પ્રદેશમાં લૂ ચાલશે. આ ઉપરાંત પશ્ચિમી રાજસ્થાન, વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ અને પોંડિચેરીના કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂ તકલીફ આપશે

હિમાચલ પ્રદેશમાં યેલો અલર્ટ, આંધી-તોફાનની આશંકા
ઉત્તર ભારતમાં ગરમીએ તકલીફ વધારી

દક્ષિણ ભારતમાં જ્યાં વરસાદની આશંકા છે, ત્યાં જ ઉત્તર ભારતમાં ગરમી તકલીફ વધારી શકે છે, આગામી દિવસોમાં અહીં ગરમી તાંડવ મચાવશે. દિલ્હી અને એનસીઆરમાં પારો સતત વધી રહ્યો છે. સોમવારે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું અને મંગળવારે પણ તાપમાન એવું જ રહેવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં પારો સતત વધશે, પંજાબ અને હરિયાણામાં પણ લૂ રહેશે, આવી જ રૂતે યૂપી-બિહારમાં પણ ગરમી કહેર મચાવશે. દેશના અન્ય કેટલાય ભાગમાં તેજ તાપ તકલીફ આપશે.

શેર કરવા અહીં ક્લિક કરો.