સમગ્ર ગુજરાત રાજ્યમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં રાજ્યમાં ૭૬.૨૯ % પરીણામ આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવ્યું છે.
સોની કેન્દ્રનું ૯૭.૭૬ % પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ આવતા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત વર્ષની સરખામણીમાં જિલ્લામાં ૩ ટકા પરિણામ વધુ આવતા જિલ્લા વાસીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. સોની કેન્દ્રનુ પરિણામ આવતા દિયોદર તાલુકાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુજતું થયું છે.
મોટી જાહેરાત કરતી સ્કૂલો અને શહેરી વિસ્તારને પાછળ રાખીને ગામડાના કેન્દ્રએ મેદાન મારતા જિલ્લામાં ખુશી વ્યાપી જવા પામી છે. જો સમગ્ર જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનું પરિણામ પણ ૮૫.૬૬ ટકા આવ્યું છે. જ્યારે આ બાબતે સોની કેન્દ્રના આચાર્ય અને જિલ્લાના વિધાર્થીઓએ પણ પ્રતિક્રિયા આપી છે.