અમદાવાદમાં રિવરફ્રન્ટ પર અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પિતાને દીકરો જોઈ ગયો, ઉશ્કેરાયેલા પિતાએ દીકરાને લોહીલુહાણ કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— દીકરાએ મામાને બોલાવ્યા તો પિતાએ મામાને પણ ધોઈ નાંખ્યા

— દીકરાએ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

  ગરવી તાકાત અમદાવાદ: અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ પર એક આધેડ તેની પ્રેમિકા સાથે બેઠા હતાં. પોતાના પિતાને અન્ય સ્ત્રી સાથે બેઠેલા જોઈને દીકરો ગુસ્સે થયો હતો. દીકરાએ પિતા પાસે પહોંચીને મહિલા અંગે પુછપરછ કરી હતી. જેથી પિતાએ ગુસ્સે થઈને દીકરાને ફટકાર્યો હતો. બાપ દિકરાના ઝગડામાં સાળો વચ્ચે પડતાં બનેવીએ તેને પણ ફટકાર્યો હતો. આ અંગે દીકરાએ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.
દીકરાએ પિતાને રિવરફ્રન્ટ પર અન્ય મહિલા સાથે જોયાં : પ્રાપ્ત વિગતો પ્રમાણે દાણીલીમડા વિસ્તારમા રહેતાં 30 વર્ષિય  ડીલીવરી બોય તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. શુક્રવારે તેઓ બાઈક લઈને રિવરફ્રન્ટ થઈને શાહીબાગ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે તેના પિતા સુભાષબ્રિજ પાસે અમુલ પાર્લર પર એક મહિલા સાથે બેસીને વાતો કરી રહ્યાં હોવાનું તેણે જોયું હતું. આ દરમિયાન દીકરાએ તેના મામાને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા હતાં.

પિતાને આ મહિલા સાથે 15 વર્ષથી પ્રેમ સંબંધ છે : દીકરાએ તેના મામાને કહ્યું હતું કે, પિતાને આ મહિલા સાથે 15 વર્ષથી પ્રેમ સંબંધ છે. જેથી બંને તેના પિતા પાસે જઈને મહિલા કોણ છે તેવી પુછપરછ કરી હતી. જેથી પિતાએ કહ્યું કે આ મહિલા મારી ઓફિસના સ્ટાફમાં છે. ત્યારે દીકરાએ તેના પિતાને કહ્યું કે આ તમારી પ્રેમિકા છે. જેથી પિતા ઉશ્કેરાઈ ગયાં હતાં અને દીકરાને જાહેરમાં પટ્ટાથી ફટકાર્યો હતો.દીકરાને બચાવવા મામા વચ્ચે પડતાં બનેવીએ મામાને પણ ફટકાર્યાં હતાં.

દીકરાને માથામાં ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો: દીકરાને માથામાં ઈજા થતાં લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી દીકરાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. બાદમાં પિતાએ તેના દીકરા અને સાળાને ધમકી આપી હતી કે, તમે સાંજે ઘરે આવો તમને બધાને હું જાનથી મારી નાંખીશ. તેમ કહીને મહિલાને એક્ટિવા પર બેસાડી પિતા ત્યા્ંથી ફરાર થઈ ગયાં હતા. આ અંગે દીકરાએ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.