–સેલ્ફી ફોટા સાથે દૈનિક સુપરવિઝન રિપોર્ટ પોઝીટિવ બતાવવા લેતીદેતી થતી હોવાની ચર્ચા :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ચાલતા સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટના તાલુકાના કેટલાક ટીઆરપી મોટાભાગે ગેરહાજર રહેતા હોવાની રાવ વચ્ચે સેલ્ફી ફોટા સાથે દૈનિક સુપરવિઝન રિપોર્ટ પોઝિટિવ બતાવવા માટે લેતી દેતી થતી હોવાની પણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાળવવામાં આવતી એસ.એમ.સી. ગ્રાન્ટ હેઠળ થતી કામગીરીના સુપરવિઝન માટે નિમવામાં આવેલા તાલુકાના ટીઆરપી મોટાભાગે શાળાઓમાં ચાલતી સાઇડ એટલે કે કામગીરી પર હાજર ન રહેતા હોવાની રાવ ઉઠી છે. તાલુકાઓના ટીઆરપીને શાળામાં ચાલતી કામગીરીનું સુપરવિઝન કરવાની અને તેના સેલ્ફી ફોટા સાથે નો રિપોર્ટ પણ આપવાનો રહેતો હોય છે
પરંતુ આ સુપરવિઝન રિપોર્ટ પોઝિટિવ બતાવવા માટે લેતીદેતી થતી હોવાની પણ ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે. આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાનમાં થઇ રહેલી કામગીરી અંગે કેટલીક માહિતીનો ઘટસ્ફોટ ટૂંક સમયમાં ગરવી તાકાતના પાને કરવામાં આવશે.
— વધુ આવતા અહેવાલમાં :
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર