ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

સમૂહ લગ્ન ટાણે ટેસ્ટમાં પ્રેગનન્ટ નીકળી કેટલીક દુલ્હનો, બધા સ્તબ્ધ

April 24, 2023

ડિંડોરી જિલ્લાના ગાડાસરઈ કસ્બામાં અક્ષય તૃતિયાના અવસરે સમુહલગ્નોત્સવ યોજાયો હતો 

સરકારની મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં આ ઘટનાને પગલે ચકચાર 

ભોપાલ,તા. 24 –  લગ્ન માટે આવેલી દુલ્હનોનો પ્રગનન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો અને ત્યારબાદ જે પરિણામ આવ્યા તે જાેઈને બધા દંગ રહી ગયા. અનેક દુલ્હનો પ્રગનન્ટ જણાતા હડકંપ મચી ગયો. આ દુલ્હનો મધ્ય પ્રદેશ સરકારની મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં લગ્ન કરવા આવી હતી. કોંગ્રેસ અને માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ તપાસ પર સવાલ ઉઠાવતા આ મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. આ મામલો ડિંડોરી જિલ્લાના ગાડાસરઈ કસ્બામાં મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ અક્ષય તૃતિયાના અવસરે ૨૧૯ જાેડાના લગ્ન સંલગ્ન છે. બીજી બાજુ આ પ્રકારના પરીક્ષણને ગરીબ મહિલાઓનું અપમાન ગણાવતા કોંગ્રેસ ધારાસભ્ય ઓમકાર સિંહ મરકામે કહ્યું કે, રાજ્ય સરકારે સ્પષ્ટ કરવું જાેઈએ કે આ પ્રકારના ગર્ભાવસ્થા પરીક્ષણો માટે દિશાનિર્દેશ કે નિયમ શું છે? 

માકપાના રાજ્ય સચિવ જસવિંદર સિંહે ભોપાલમાં એક નિવેદન જારી કરીને કહ્યું કે મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ ડિંડોરી જિલ્લાના ગાડાસરઈમાં ૨૧૯ આદિવાસી યુવતીઓના સામૂહિક લગ્ન પહેલા તેમને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જઈને તેમનું ગર્ભાવસ્થા પરીક્ષણ કરાવવું એ ભાજપના આદિવાસી અને મહિલા વિરોધી આચરણને ઉજાગર કરે છે. જેની ચારેબાજુથી નિંદા થવી જાેઈએ અને દોષિત અધિકારીઓને દંડિત કરવાની સાથે જ પ્રદેશની ભાજપના નેતૃત્વવાળી શિવરાજ સિંહ ચૌહાણ સરકારે તે બદલ માફી પણ માંગવી જાેઈએ.

બીજી બાજુ પ્રશાસનનો બચાવ કરતા ડિંડોરીના જિલ્લાધિકારી વિકાસ મિશ્રાએ જણાવ્યું કે ગાડાસરઈમાં થનારા સામૂહિક લગ્નમાં સામેલ તનારા ૨૧૯ જાેડા માટે મેડિકલ પરીક્ષણ દ્વારા આનુવંશિક બીમારી ‘સિકલસેલ’ ની તપાસ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સિકલસેલ બીમારીની તપાસ દરમિયાન ડોક્ટરોએ ચાર યુવતીઓની ગર્ભાવસ્થાનું પરીક્ષણ કર્યું છે કારણ કે તે યુવતીઓએ માસિક ન આવ્યું હોવાની વાત કરી હતી.

મિશ્રાએ જણાવ્યું કે તેને લઈને પ્રશાસન સ્તરથી કોઈ નિર્દેશ નહતા. એ ડોક્ટરો પર ર્નિભર છે કે તેઓ સિકલસેલની બીમારીની તપાસ કરવા માટે શું પ્રક્રિયા અને તપાસ કરાવે છે. તેમણે કહ્યું કે હાલ ડોક્ટરના રિપોર્ટ બાદ આવા ચાર કપલને સામૂહિક લગ્નમાં સામેલ કરાયા નથી. મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ રાજ્ય સરકાર પાત્ર જાેડાને નાણાકીય મદદ સ્વરૂપે ૫૬,૦૦૦ રૂપિયા આપે છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:49 pm, Oct 27, 2024
temperature icon 31°C
clear sky
Humidity 39 %
Pressure 1007 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:43 am
Sunset Sunset: 6:04 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0