મહેસાણાના આરૂષ આયકોન ફ્લેટમાં ગાંજાનો વેપાર કરતા વેપારીને ૧ કિલો ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલા આરુષ આયકોન ફ્લેટમાં ગેરકાયદેસર ગાજાે રાખી વેપાર કરતા ઈસમ અંગે મહેસાણા એસઓજી ટીમને બાતમી મળતા એસઓજી ટીમે તેણે રેડ મારી ફ્લેટમાં ગાજા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રેડ દરમિયાન ૧ કિલોથી વધુ ગાજાે મળી આવતા એસઓજી ટીમે કાર્યવાહી હાથ કરી હતી.

મૂળ બલોલ ગામનો અને મહેસાણા શહેરમાં આવેલા આરુષ આયકોન ફ્લેટ બ્લોક-ન્ મકાન નંબર-૨માં રહેતો પટેલ જયેશ ગેરકાયદેસર ગાજાે રાખી તેનું વેચાણ કરતો હતો. જે મામલે આ અંગે મહેસાણા એસઓજી ટીમેને બાતમી મળતા ટીમે આરુષ આયકોન ફ્લેટમાં રેડ માર આરોપીને ગાજા સાથે દબોચી લીધો હતો.તપાસ દરમિયાન ફ્લેટમાંથી ૧ કિલો ૩૬૬ ગ્રામ જેટલો ગાજાે જેની કિંમત ૧૩ હજાર ૬૬૦ એક મોબાઈલ એક ઇલેક્ટ્રિક વજન કાટો સહિત કુલ ૨૪ હજાર ૧૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તપાસ દરમિયાન ગાજાે આપનાર વિજાપુર તાલુકાના કોલવડાનો રમેશ નટવરલાલ પટેલ હોવાનું સામે આવ્યું હતું અને રમેશ પટેલ પણ આરુષ આયકોન ફ્લેટ નંબર આઈ/૩૪ રહેતો હોવનું સામે આવ્યું હતું. જાેકે, રેડ દરમિયાન રમેશ પટેલ મળી આવ્યો નહોતો. હાલમાં મહેસાણા એસઓજી ટીમે બે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ની કલમ ૮ સી, ૨૦બી ૨૯ મુજબ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.