મહેસાણા રાધનપુર પાસેથી દાંતીવાડા તાલુકાનો ગોગુવાડાનો શખ્સ પોલીસના સકંજામાં
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – કડી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિવિધ ગુનાઓ આચરી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ ફર્લો પર જામીન પર છૂટેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ વી.આર.વાણીયાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી, એહેકો, દિલીપકુમાર, વિજયકુમાર, હિતેન્દ્રસિંહ, સંજયકુમાર, જીતેન્દ્રકુમાર, અપોકો. ધરમસિંહ, આશારામ, વિશ્વનાથસિંહ, દિગ્વિજયસિંહ, મહાવીરસિંહ સહિતનો એસઓજી સ્ટાફ વિવિધ ટીમો બનાવી મહેસાણા ટાઉનમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો
તે દરમિયાન એહેકો. વિજયકુમાર તથા સંજયકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી રબારી ભેરાભાઇ મહાદેવભાઇ રહે. ગોગુવાડા તા. દાંતીવાડાવાળો મહેસાણા રાધનપુર ચાર રસ્તા પાસે આવનાર છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત શખ્સ આવતાં તેને કોર્ડન કરી ઝડપી લઇ કડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.