બનાસકાંઠા એસ.પી.ની સૂચના અનુસાર એસઓજી પી.આઈ ડી. આર.ગઢવી તથા સ્ટાફના માણસો થરાદ સાંચોર હાઈવે રોડ ઉપર વારા ગામના પાટીયા પાસે પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન એક નંબર પ્લેટ વગરનાં શંકાસ્પદ હીરો પેસન પ્રો મોટર સાયકલને ઉભું રખાવી ચેક કરતા ટીમ ચોંકી ઉઠી હતી.
આ પણ વાંચો – સિદ્ધપુર : ચાઇલ્ડ પોર્ન Videoનું કૌભાંડ ઝડપાયું, 3 યુવકોને ડાઉનલોડ કરી ફોરવર્ડ કરવું ભારે પડ્યું!
રોકવામાં આવેલ મોટર સાયકલ ઉપર સવાર માલસિગભાઈ જીવાજી ચૌહાણ રહે.દુધવા તા.થરાદ જી. બનાસકાંઠા વાળાના શર્ટના ખિસ્સામાંથી બિનઅધિકૃત રીતે રાખેલ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી.) 20 ગ્રામ કિ.રૂ.2,00,000/- નું મળી આવેલ જે મળી આવેલ મેફેડ્રોન ડ્રગ્સ ( એમ.ડી.) ગાંધવ સાંચોર ખાતે રહેતા પ્રકાશ બિશનોઈ પાસેથી લાવેલ હોવાનુ જણાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.