પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન થકી ૮થી રર વર્ષની કન્યાઓના અભ્યાસ માટે રૂા. બે લાખની સહાયની યોજના અમલમાં મુકાઈ હોવાની અફવા અને બોગસ બનાવટી ફોર્મ લેભાગુ તત્વો દ્વારા વેચાઈ રહ્યા હોવાના કારણે મહિલાઓ,વાલીઓ લાલચમાં આવી ધોળા દિવસે લૂંટાઈ રહ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓએ અનુરોધ કર્યો છે ભિલોડા પોસ્ટ ઓફિસમાં લોકોની લાંબી લાઈનો લાગી જીલ્લા વહીવટી તંત્રએ આવી કોઈ યોજના અમલમાં ન હોવાનું જણાવી આવી અફવાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના અગાઉ મોડાસામાં પણ બની હતી.પ્રાપ્ત માહિતી મુજબ કન્યાઓના અભ્યાસ માટે રૂા. બે લાખની સહાય મળશે તેવું બોગસ બનાવટી ફોમે સોશીયલ મીડિયામાં વાયરલ કરાયું હતું. સહાયનું બનાવટી ફોમની ઝેરોક્ષ કોપીઓ પણ ફરતી થઈ ગઈ છે .

રૂા. બે લાખની સહાય મેળવવા માટે લોકો ધોળા દિવસે છેતરાઈ રહ્યા છે. એક અરજદાર દીઠ અંદાજીત રૂા. 500 / – થી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. પોસ્ટ ઓફીસમાં આધાર, પુરાવા સાથે ભરેલું બનાવટી બોગસ ફોર્મનું તૈયાર કરેલું કવર પોસ્ટ મારફતે રજીસ્ટર એ. ડી કરવા માટે ભિલોડાની પોસ્ટ ઓફીસમાં મહિલાઓની કતારો જોવા મળી હતી.સરકાર દ્વારા બે લાખની સહાયની યોજના અમલમાં મુકાઈ હોવાનું અને જેનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રજાજનોને મળશે તેવું બોગસ ફોર્મ સોશીયલ મીડિયામાં ફરતુ થયું હતું.

જેના ફોર્મ મેળવવા અને આ યોજનાનો લાભ મેળવી લેવા માટે મહિલાઓએ ભારે દોડધામ મચાવી દીધી છે. હાલ દીકરીઓને સહાય મળશે તેવી આશા સાથે અનેક લોકોએ ગ્રામ પંચાયતમાં સરપંચના સહી – સિક્કા કરાવી આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો, બેંકની પાસ બુક ઝેરોક્ષ સહિત વિવિધ પ્રકારના આધાર પુરાવા સાથે રૂા. બે લાખ મેળવવા માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરીને કવર તૈયાર કર્યા બાદ મહિલાઓનો રજી, પોસ્ટ એ . ડી . કરવા માટે લોકોની ભીડ જોઈ પોસ્ટ વિભાગના કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે.ફોર્મની વિગતો મુજબ બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતી ૮ થી રર વર્ષની કન્યાઓના અભ્યાસ માટે રૂા. બે લાખની પ્રધાનમંત્રી દ્વારા રોકડ સહાય હોવાનું જણાવાયું હતું.

કન્યાઓના અભ્યાસ માટે તેના પરિવારની બેંક ડીટેઈલ, સરનામુ સહિતનું વિગતવાર ફોર્મ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, દિલ્હી ખાતે મોકલી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોઈ ફોર્મ મેળવવા મહિલાઓ પડાપડી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આવી કોઈ જ યોજના જાહેર કરાઈ નથી તેવો વહીવટી તંત્રના અધિકારીઓએ અનુરોધ કર્યો હતો. આ અંગે તપાસ કરતા બોગસ ફોર્મ  પ્રકરણનો ભાંડો ફૂટયો હતો.

વહીવટી તંત્ર દ્વારા આવી કોઈ જ યોજના અમલમાં મુકવામાં આવી નથી ત્યારે વાલીઓએ લલચાઈને આવું બોગસ ફોર્મ રૂપિયા ખર્ચી મેળવવું નહીં અને પરિવારની કોઈ પણ બેક ડીટેઈલ આપવી નહીં. કોઈની ખોટી દોરવણી અને અફવાઓથી પણ દુર રહેવા અનુરોધ કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: