સી.આર.પાટીલ ગુજરાત ભાજપ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ઉત્તર ગુજરાતના પ્રવાશે આવ્યા હતા. આ પ્રવાસમાં આજે મહેસાણા ખાતે તેમના આગમનમાં ગૂરૂદ્વારા થી ટાઉનહોલ બજાર ફુવારા સુધીની એક વિશાળ રેલીનુ આયોજન ભાજપના દ્વારા કરાયુ હતુ. આ રેલીમાં વિશાળ ભીડ એકઠી થઈ હતી.
હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ઉપર ખુબ જ ભાર મૂકી રહ્યા છે, ત્યારે આજે મહેસાણામાં ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
સી.આર.પાટીલની મહેસાણા વાળી રેલીમાં ગૂરૂદ્વાર થી લઈ ટાઉનહોલ સુધીની રેલીમાં ભાગ લેવા આવેલા ભાજપના ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓના કારણે વિશાળ ભીડ એકઠ્ઠી થઈ હતી જેથી તેઓની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
સામાન્ય નાગરીકોને લગ્ન જેવા પ્રસંગો કરવામાં વધુ સંખ્યા ભેગી ના થાય અને વરઘોડા ના નીકાળે એવી અપેક્ષા સરકાર દ્વારા રખાય છે પરંતુ આજની મહેસાણા ખાતેની સી.આર.પાટીલની રેલીમાં ભવ્ય વરઘોડો નીકળતો હોય એવા દ્વ્રશ્યો સર્જાયા હતા. જેથી સોશીયલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા હતા.
કોરોનાને હરાવવા માટે સરકાર રાતદિવસ પ્રયત્ન કરી રહી છે સરકાર સામાન્ય નાગરીકો પાસે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે ની માંગ કરી રહી.પંરતુ પોતાની પાર્ટીના નેતાઓને તે હજુ સુધી આ સામાન્ય સમજણ નથી આપી શકી કે ભીડ ભેગી થવાથી કોરાનાનુ સંક્રમણ ફેલાવવાની સંભાવના વધી જાય છે. તો શુ સી.આર. પાટીલને ગુજરાતમાં રેલીઓની પરમીશન આપી કોરાના ફેલાવવાનુ સરકારનુ જ એક સડયંત્ર તો નથી?
સરકારના આદેશ મુજબ જો સામાન્ય નાગરીકે માસ્ક ના પહેરેલુ હોય તો તેને રૂ. 1000/- નો દંડ ફટકારવામાં આવે છે, અને સોશ્યીલ ડીસ્ટન્સના નામે આવેદન પત્ર આપવા આવેલા વિરોધપક્ષના નેતાઓ તથા LRD ઉમ્મેદવારોની પણ અટકાયત કરી દેવામાં આવી હતી.
આ રેલીમાં જોવા જેવી બાબત એ હતી કે પોલીસ સામાન્ય નાગરીકોને સોસીયલ ડીસ્ટન્સના નામ ઉપર માર મારતી જોવા મળે છે, પરંતુ આ રેલીમાં તેઓ જ આ મોટી ભીડને પ્રોટેક્ટ કરી રહી હતી.આમ આ બાબતે પોલીસની સ્વતંત્રતા બાબતે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પોલીસ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો વિરુદ્ધ કોઈ પણ જાતની કાયદાકીય પગલાં ભરશે કે નહીં તે જોવાનું રહ્યું. સાથે જ સી. આર. પાટીલને આવકારવા માટે બેફામ ખર્ચો કરવામાં આવ્યો હતો જેમા તેમના માટે એક મોટો રથ પણ બનાવી લાઉડ સ્પીકર સાથે આખા શહેરમાં મોટો કાફલો કાઢવામાં આવ્યો હતો.
ઉંઝામાં પાટીલે સ્વીકાર્યુ હતુ કે મોટી સંખ્યામાં લોકો એકઠ્ઠા થયા છે
આજે મહેસાણા આવતા પહેલા સી.આર.પાટીલ ઉંઝા ખાતેના એપીએમસીમાં પણ મુલાકાતે ગયા હતા. જેમા એમનુ સ્વાગત કરવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા, અહી તેઓ પોતાની વાત રજુ કરતા કરતા બોલી ગયા હતા કે આટલી ગરમીમાં પણ તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા છો એના બદલ આભાર.