ગરવી તાકાત પાટણ : ગુજરાત રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા ગુજકોમાસોલ ની ઓફ ડિરેક્ટરની ચૂંટણી અમદાવાદ ના નવરંગપુરા ખાતે આવેલી ગુજકોમાસોલ ની ઓફિસે યોજાઇ હતી.આ ચૂંટણી માટે પાટણ જિલ્લાના ડિરેકટર પદ માટે ભાજપ પક્ષ દ્વારા સ્નેહલભાઈ પટેલનું નામ ડિકલેર કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપ માં રાજુભાઈ કટારી ભાજપ સામે બ
ળવો કરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.આ ચૂંટણીમાં કુલ ૨૮ મતદારોએ મતદાન માં ભાગ લઇ અને મતદાન કર્યું હતું

જેમાં ભાજપ મેન્ડેટ ઉમેદવાર સ્નેહલભાઈ પટેલને 16 મત મળ્યા હતા.જ્યારે રાજુભાઈ કટારિયા ને 12 મળ્યા હતા.આમ આ ચૂંટણીમાં માં 4 મતો થી ભવ્ય વિજય સ્નેહલભાઈ પટેલ નો થયો હતો.રાજ્યની સહકારી સંસ્થા ની ચૂંટણી અમદાવાદ ખાતે યોજાઇ હતી.જેમાં 26 ડિરેકટરો બિનહરીફ ચૂંટાયા હતા.
જ્યારે આ ચૂંટણીમાં સ્નેહલભાઈ પટેલ તેમજ રાજુભાઈ કટારીયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો રસાકસી ભર્યા માહોલમાં સ્નેહલભાઈ પટેલનો વિજય થયો હતો.વિજય બાદ તેમને મતદારો નો ખુબ ખુબ આભાર હતો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ