ગરવી તાકાત મહેસાણા : શ્રી સત્તાવીસી દોતોર ઔદિચ્ય બ્રહ્મ સમાજના મહેસાણા શહેરમાં રહેતા બ્રહ્મ પરીવારનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં સમાજના વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેસાણા શહેરમાં રહતે સત્તાવીસી બ્રહ્મ સમાજની ડીરેકટરી ખુલ્લી મુકવામાં આવી હતી.
મહેસાણા શહેરના બ્રહ્મ પરિવારના સભ્યો દ્વારા આ કાર્યક્રમમાં શૈક્ષણિક,સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હર્ષદભાઇ જોશી સહિત કારોબારી સભ્યોએ ભારે જહેમન ઉઠાવી હતી