ગરવી તાકાત મહેસાણા : શિયાળાની શરૂઆત થતાની સાથેજ મહેસાણા શહેરમાં તસ્કરો સક્રિય બન્યા શહેરમાં પસાભાઈ પેટ્રોલ પમ્પ પાસે આવેલી સોસાયટીમાં રહેતું દંપતી વલસાડ ખાતે રહેતા પુત્રોને મળવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ 6.50 લાખના મત્તાની ચોરી કરી ફરાર થયા મકાન માલિક ઘરે આવતા તેઓને ચોરી અંગેની જાણ થતાં તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

મહેસાણા શહેરમાં પસાભાઈ પેટ્રોલપંપ પાસે આવેલ ખોડિયાર નગર સોસાયટીમાં મકાન નંબર 11માં રહેતા રમણભાઈ વાઘરીએ મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જેમાં જણાવ્યું કે, તેઓના દીકરા વલસાડ ખાતે રહેતા હોવાથી તેઓ પોતાની પત્ની સાથે 9 નવેમ્બરના રોજ વલસાડ મળવા ગયા અને 12 નવેમ્બરના રોજ ઘરે પરત આવ્યા આ દરમિયાન ઘરના દરવાજાના તાળા તૂટેલા જોતા તેઓ ચોંકી ઉઠ્યા.

ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં આવેલ તિજોરી અને કબાટ તૂટેલ હાલાતમાં તેમજ બધો સામાન પણ અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો તસ્કરો તિજોરીના લોકરમાં મુકેલ 3 નંગ સોનાની ચેન કિંમત 3 લાખ 50 હજાર, સોનાનું કડું કિંમત 2 લાખ 30 હજાર, સોનાની બુટ્ટી કિંમત 70 હજાર મળી તસ્કરો કુલ 6 લાખ 50 હજાર કિંમતના દાગીના ચોરી ફરાર થઇ ગયા સમગ્ર ચોરીની ઘટના અંગે તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.


