બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, સોના – ચાંદીના દાગીના લઈ ફરાર : વિસનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

વિસનગરના એક ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહીત કુલ 1 લાખ કરતા વધુનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. મકાન માલીક તેમના દિકરાના ઘરે મહેસાણા આવ્યા હતા ત્યારે આ ચોરી થઈ હતી. ઘટનાની જાણ થતા મકાન માલીક પોતાના ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો તુટેલો જોવા મળ્યો હતો અને ઘરમાં સામાન પણ વેરવિખેર પડેલો હતો. આ મામલે તેમને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ તાલૂુકા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકાના થુમથલ ગામના પ્રજાપતી હરગોવનભાઈ ઈશ્વરભાઈના બંધ મકાનમાં ગત રવીવારના રાત્રીના સમયે અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. જ્યાથી તેમને સોના – ચાંદીના દાગીના સહીતનો સામાન ઉઠાવી ગયા હતા. વિસનગર પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈપીસીની કલમ ૪૫૪,૪૫૭ અને ૩૮૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્ર દ્વારા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ટ્રંક (પેટી) તથા તિજોરીનુ લોક તોડી સોના ચાંદીના દાગીના (૧) સોનાની મગમાળા આશરે ૨૫ ગ્રામ કિ.રૂ ૫૦,૦૦૦/- (૨) કાનમા પહેરવાની સોનાની કાનસેર બુટ્ટી નંગ-૧ ૧૦ ગ્રામ આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-  (૩) એક કાનની સોનાની બુટ્ટી નંગ-૧ આશરે ૧ ગ્રામ આશરે કિ.રૂ.૨૦૦૦/- (૪) સોનાની વીટી નંગ-૧ આશરે ૪ ગ્રામ આશરે કિ.રૂ.૮૦૦૦/- તથા (૫) ચાંદીની વિટી નંગ-૨ ૧૦ ગ્રામ વજનની આશરે કિ.રૂ. ૪૦૦/- તથા (૬) ચાંદીના સાંકળા(શેરો) નંગ-૨ આશરે ૨૫૦ ગ્રામ વજનના કી.રૂ.૧૦,૦૦૦/- તથા (૭) ચાંદીની લક્કી નંગ-૨ આશરે ૩૦ ગ્રામ વજનની આશરે કિ.રૂ. ૧૨૦૦ /-તથા (૮) સોનાની ચુની નંગ-૬ આશરે ૧ ગ્રામ વજનની આશરે.કિ.રૂ.૨૦૦૦/- (૯) ચાંદીની ગણપતિની મુર્તી નંગ-૧ આશરે ૪૦ ગ્રામ વજનની આશરે કિ.રૂ.૧૬૦૦/-તથા (૧૦) ચાંદી સિક્કા નંગ-૩ આશરે ૩૦ ગ્રામ વજનની આશરે કિ.રૂ.૧૨૦૦/- તથા (૧૧) સોનાની વરખવાળી હાથમા પહેરવાની ચીણીઓ નંગ-૪ (જોડ-૨) આશરે ૪ ગ્રામ વજનની આશરે કી.રૂ.૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૦૪,૪૦૦/- નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.